<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

ગોલાની દુકાનો ફુડ શાખાની ઝપટે : કેડબરી - કાચી કેરી - ક્રિમ પાઇનેપલ - માવા બદામ - માવા રબડી ફલેવરના નમુના લેવાયા

મનપા દ્વારા મોચીનગર મેઇન રોડ - બજરંગવાડી વિસ્‍તારના ૧૯ ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્‍યાં ચેકીંગ : ૮ને લાઇસન્‍સ અંગે સુચના : ત્રિકોણબાગ - જયુબેલી ખાતે આઝાદ હિન્‍દ ગોલા વાલાને ત્‍યાં ચકાસણી : અન્‍ય સ્‍થળે કયારે તંત્ર ત્રાટકશે ?

 

રાજકોટ, તા.૧૭: ઉનાળાની ઋતુમાં ઠંડી અને બરફની વસ્‍તુઓ શહેરીજનો આરોગે છે, ત્‍યારે મનપાની ફુડ શાખા દ્વારા વિવિધ વિસ્‍તારોમાં ગોલા ઉત્‍પાદકો - વેચાણકર્તાઓને તયાં તપાસ કરી ૬ નમુના લેવામાં આવ્‍યા હતા.

મનપાની સત્તાવાર યાદી મુજબ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્‌ટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ -૨૦૦૬ હેઠળ આઈસ ગોલાનું વેચાણ કરતી પેઢીમાં થી  કુલ ૬ નમૂના લેવામાં આવેલ જેમાં આઈસ ગોલા માટેનું કેડબરી ફ્‌લેવર સિરપ (લૂઝ), ૨.  આઈસ ગોલા માટેનું કાચી કેરી ફ્‌લેવર સિરપ (લૂઝ)  તથા માવા રબડી (લૂઝ)-આઝાદ હિન્‍દ ગોલાવાલા, ત્રિકોણ બાગ પાસેથી નમુના લેવામાં આવ્‍યા હતા.

જયારે આઈસ ગોલા માટેનું પાઈનેપલ ફ્‌લેવર સિરપ (લૂઝ), આઈસ ગોલા માટેનું માવા બદામ ફ્‌લેવર સિરપ (લૂઝ)  તથા આઈસ ગોલામાં વપરાતું ક્રીમ (લૂઝ) સ્‍થળ -આઝાદ હિન્‍દ ગોલાવાલા, જ્‍યુબેલી શાક માર્કેટ પાસેથી સેમ્‍પલ લેવાની કામગીરી કરાઇ હતી.

ફૂડ વિભાગની ટીમ દ્વારા FSW વાન સાથે શહેરના મોચીનગર મેઇન રોડ-બજરંગવાડી વિસ્‍તારમાં આવેલ ખાધ્‍યચીજોનું વેચાણ કરતાં કુલ ૧૯ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૮ ધંધાર્થિઓને લાઇસન્‍સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્‍યચીજોના કુલ ૧૯ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરેલ. ચકાસણી કરેલ ધંધાર્થીઓમાં શ્રી ચામુંડા કિરાણા સ્‍ટોર, ગાયત્રી ડેરીફાર્મ, બાલાજી પાણીપુરી, શ્રીજી મેડિકલ સ્‍ટોર, બાઇટ બોક્‍સ, સુરેશ નમકીન, જલારામ જનરલ સ્‍ટોર તથા મહાવીર ફરસાણને-લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

(2:44 PM IST)