<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

ગુજરાત બાર કાઉન્‍સિલની ચુંટણીમાં ૫૦૦ મતો મેળવનાર મહિલા ઉમેદવારો માટે ઉજળા સંજોગો

 

રાજકોટ, તા.૧૭: ગુજરાત બાર કાઉન્‍સિલની ચૂંટણીમાં ૪૦૦થી ૫૦૦ મતે મહિલા ઉમેદવાર ચૂંટાઈ જાય તે ખરું કહેવાય ને ખરેખર આ મહિલા ઉમેદવાર બાર એસોસિએશન ની ચૂંટણી લડે તો ઓછામાં ઓછા ૯૦૦ મત જોઈએ ત્‍યારે વિજેતા બને છે આ તો ખરું થઈ ગયું કહેવાય બાર એસોસિયેશન ની ચુંટણીમાં કારોબારીમાં જો ૯૦૦ મત જોઈતા હોય તો એના કરતા તો ૪૦૦ થી ૫૦૦ મતે બાર કાઉન્‍સિલ ગુજરાતની ચૂંટણી જીતી જવાતી હોય તો હવે મહિલાઓ મોટાભાગ બાર કાઉન્‍સિલની ચુંટણીમાં મેદાને પડશે એ હવે નક્કી છે.

ગુજરાત બાર કાઉન્‍સિલની ચુંટણીમાં મતગણતરી ચાલુ છે ત્‍યારે આગામી વર્ષોમાં ૩૦ ટકા મહિલા અનામતની જગ્‍યા ઉપર આ નવા નિયમોના કારણે મહિલા ઉમેદવારોની જગ્‍યા ઉપર મોટી સંખ્‍યામાં ઉમેદવારો મેદાનમાં ઉતરશે.

(2:08 PM IST)