તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th March 2026
આરોપીઓ નહીં પકડાય તો મળતદેહ CP કચેરીએ લઈ જશું: રાજુ સોલંકી
આ લખાય છે ત્યારે પોલીસ દ્વારા સમજાવટના પ્રયાસો ચાલુ

રાજકોટઃ ભાવેશ વાણવીની હત્યાને પગલે જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ રાજુ સોલંકી સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા અને કહ્યું હતું કે, એક અઠવાડિયામાં આ બીજા દલિત યુવાનની હત્યા કરવામાં આવી છે. અગાઉ જૂનાગઢમાં જૂથળ ગ્રામ પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન અને દલિત સમાજના અગ્રણી ભરત સોંદરવાની હત્યા થઈ હતી અને હવે ભાવેશ વાણવીની હત્યા થઈ છે.
બપોરે ૩ વાગ્યા સુધીમાં આરોપીઓ નહીં પકડાય તો મળતદેહ પોલીસ કમિશનર કચેરી ખાતે લઈ જવાની ચીમકી ઉચ્ચારી હતી. પરિણામે મામલો ગરમ બન્યો હતો. જેને પગલે પોલીસનો કાફલો પણ સિવિલ હોસ્પિટલે ગોઠવી દેવામાં આવ્યો હતો. આ લખાય છે ત્યારે પોલીસ દ્વારા સમજાવટના પ્રયાસો ચાલુ હોવાનું પોલીસ સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
(4:16 PM IST)










