<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

શહેર ભાજપ દ્વારા નવનિયુક્‍ત યુવા ટીમનો સન્‍માન સમારોહ

 

રાજકોટ : શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવેની એક અખબારી યાદીમાં જણાવેલ છે કે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માજી તેમજ પ્રદેશ મહામંત્રી અને રાજકોટ શહેર ભાજપ સંગઠનના પ્રભારી અનિરૂધ્‍ધભાઈ દવે, પ્રદેશ ભાજપ યુવા મોરચા પ્રમુખ ડૉ. હેમાંગ જોષી સાથે વિચારપ્રવિર્મશ કર્યા બાદ શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે, મહામંત્રી વલ્‍લ્‍ભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્‍દ્રસીંહ જાડેજાએ રાજકોટ શહેર યુવા ભાજપ મોરચા અને યુવા કારોબારીના તમામ હોદ્દેદારોની જાહેરાત કરેલ છે.

આ તકે શહેર યુવા ભાજપ મોરચા અને યુવા કારોબારીના હોદ્દેદારોના સન્‍માન સમારોહમાં પ્રદેશ યુવા મોરચા મહામંત્રી ડૉ. દેવાંગીબેન મૈયડ, પ્રદેશ યુવા મોરચા મંત્રી જય શાહ, કાર્યાલયમંત્રી હિતેષ ઢોલરીયા, સહકાર્યાલયમંત્રી શૈલેષભાઈ દવે તેમજ પ્રદેશ મહામંત્રી અને રાજકોટ શહેર સંગઠન પ્રભારી અનિરૂધ્‍ધભાઈ દવે, શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે, રાજકોટ લોકસભા સાંસદ પરશોતમભાઈ રૂપાલા, રાજયસભા સાંસદ રામભાઇ મોકરીયા, પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્‍ય ઉદય કાનગડ, ડો.દર્શીતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, શહેર ભાજપ મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્‍દ્રસિંહ જાડેજા, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી, કમલેશ મિરાણી સહીતના એ શુભેચ્‍છા પાઠવેલ હતી.

(3:54 PM IST)