News of Monday, 16th March 2026
નાગેશ્વર પાસે બિનવારસી કારમાંથી ૧.૮૭ લાખનો વિદેશી દારૂ પકડાયો
કાર સહિત ૬.૮૭ લાખનો મુદામાલ ગાંધીગ્રામ પોલીસે કબ્જે કર્યોઃ ચાલકની શોધ

રાજકોટ, તા. ૧૭: ગાંધીગ્રામ પોલીસે નાગેશ્વર વિસ્તારમાંથી બિનવારસી કારમાંૅથી ૧.૮૭ લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી કારચાલકની શોધખોળ હાથ ધરી છે.
પોલીસ કમીશનર બજેશ કુમાર ઝા તથા અધિક પોલીસ કમીશનર ચેતન્ય માંડલીક, નાયબ પોલીસ કમીશનર ઝોન-ર રાકેશ દેસાઈ તથા ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમીશનર બી.જે.ચૌધરી પヘમિ વિભાગની પ્રોહી જુગારની પ્રવુતી ઉપર સતત વોચ તપાસમાં રહેવા સુચના કરેલ હોય જે અનુસંધાને પોલીસ ઈન્સ્પેકટર એચ.એન.પટેલ ઈ.ગાંધીગ્રામ પો.સ્ટે.ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઈન્સ. વી.ડી.રાવલીયા તથા ટીમના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોચ તપાસમાં હોય. તે દરમ્યાન પો.હેડ.કોન્સ. રોહીતદાન ગઢવી તથા પો.હેડ.કોન્સ ભવદીપસિંહ ગોહીલની સંયુક્ત બાતમી આધારે રાજકોટ શહેર રાજકોટ જામનગર રોડ નાગેશ્વર વિસ્તાર પટેલ ચોક પાસેથી માથી બીન વારસુ સફેદ કલરની અર્ટીગા કાર જેના રજી નંબર જીજે.૦૩.એમ.એલ.૫૬૬૩ માંથી વિદેશી દારૂના ચપલા નંગ ૭ર૦ કિ. ૧,૮૭,ર૦૦ તથા કાર કિ. પ લાખ મળી કુલ ૬,૮૭,ર૦૦ નો મુદામાલ કબજે કરી કાર ચાલક સામે ગુન્હો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
આ કાર્યવાહીમાં ગાંધીગ્રામ પો.સ્ટે.ના એ.એસ.આઈ. ચેતનસિંહ ગોહીલ, પો.હેડ. કોન્સ રોહીતદાન ગઢવી, ભવદીપસિંહ ગોહીલ, શબ્બીરભાઈ મલેક, પો.કોન્સ. વિપુલભાઈ ગઢવી, રઘુવીરસિંહ જાડેજા, લોકરક્ષક પ્રશાંતભાઈ ગજેરા, કૌશીકભાઈ ડાંગર, જયદેવસિંહ પરમાર સહિતનો સ્ટાફ જોડાયો હતો.
(3:46 PM IST)










