તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th March 2026
રાજમાર્ગો પરથી વિવિધ સંસ્થાના મંજુરી વિનાના ૩૪૦૬ બોર્ડ-બેનરો જપ્ત
દબાણ શાખા ત્રાટકી : કોઠારીયા રોડ, યુનિ. રોડ, ઢેબર રોડ, જયુબેલી શાક માર્કેટ સહિતના વિસ્તારમાં રસ્તા પર નડતરરૂપ પ૦પ રેકડી, કેબીન તથા પરચુરણ માલ સામાનના દબાણો હટાવાયાઃ રૂા. ૯ લાખ વહીવટી ચાર્જ વસુલાયો

રાજકોટ, તા., ૧૬ : મનપાની દબાણ હટાવ શાખા દ્વારા તા. ૧ માર્ચ થી તા. ૧૫ માર્ચ દરમ્યાન કુલ ૪૭ રેંકડી , કેબીન અને ૩૪૦૬ બોર્ડ, બેનરો જપ્ત કરી રૂ.૮,૯૫,૧૬૫/નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે.
આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ. ૧ થી ૧૫ દરમ્યાન રાજકોટ શહેરમાં જાહેર માર્ગો પર અસ્થાઈ દબાણ રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો તેમજ બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવતા ધરાર માર્કેટ,સંતકબિર રોડ, પેડક રોડ, કોઠારીયા રોડ, મવડી મેઈન રોડ, સાધુવાસવાણી રોડ,૧૫૦ રિંગ રોડ,રૈયા ધાર રોડ, રામાપીર ચોકડી,કાલાવડ રોડ,જ્યુબેલી,જંક્શન રોડ, ઢેબર રોડ,પરા બજાર પાસેથી રસ્તા પર નડતર રૂપ ૪૭ રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી હતી. તથા ધરાર માર્કેટ,સંતકબિર રોડ, પેડક રોડ,કોઠારીયા રોડ,મવડી મેઈન રોડ,સાધુવાસવાણી રોડ,૧૫૦ રિંગ રોડ,રૈયા ધાર રોડ,રામાપીર ચોકડી,કાલાવડ રોડ,જ્યુબેલી,જંક્શન રોડ,ઢેબર રોડ,પરા બજાર,ગુંદાવાડી,પરા બજાર,ગાયત્રીનગર મેઈન રોડ,યાજ્ઞિક રોડ,રેસકોર્ષ ગ્રાઉન્ડ પાસેથી જુદીજુદી અન્ય ૪૫૮ પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવેલ. તથા ધરાર માર્કેટ,પેડક રોડ,પારેવડી ચોક, કેસરી હિન્દ પુલ,કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે,મવડી મેઈન રોડ,પુષ્કરધામ મેઈન રોડ,સાધુવાસવાણી રોડ,૧૫૦ રિંગ રોડ,રૈયા ધાર રોડ,રામાપીર ચોકડી,કાલાવડ રોડ,જ્યુબેલી,જંક્શન રોડ,ઢેબર રોડ,પરા બજાર,ગુંદાવાડી,પરા બજાર પાસેથી ૩૨૫૯ કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવેલ. તેમજ જયારે કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પેડક રોડ,ભાવનગર રોડ,પુષ્કરધામ મેઈન રોડ,,યુનિ.રોડ,નાણાવટી ચોક,રૈયા રોડ, મવડી વિસ્તાર, સ્વામીનારાયાણ ચોક,ઢેબર રોડ,સોરઠીયાવાડી પાસે થી રૂ.૨,૭૮,૫૫૦/- મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે.
૮૦ફુટ રોડ,પારેવડી ચોક ,સંતકબીર રોડ,ધરાર માર્કેટ,કોઠારીયા રોડ,મોરબી રોડ,ભાવનગર રોડ,કુવાડવા રોડ૮૦ફુટ રોડ,અર્ટિકા ફાટક,જામનગર રોડ,ટાગોર રોડ,આનંદબંગલા ચોક,મવડી મેઈન રોડ,આહિર ચોક પરથી રૂ.૬,૧૬,૬૧૫/- વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત સેટેલાઈટ ચોક,કોઠારીયા રોડ,મોરબી રોડ,પેડક રોડ,ભાવનગર રોડ,ચુનારાવાડ મેઈન રોડ,ઢેબર રોડ,રેશકોર્ષ રિંગ રોડ,જામનગર રોડ,બંજરવાડી સર્કલ પાસે,મહીલા અંડરબ્રિજ,કાલાવડ રોડ,મવડી મેઈન રોડ,ગોંડલ ચોકડી,પુનીત નગરનાં ટાંકા પાસેથી મવડી ચોકડી સુધીથી ૩૪૦૬ બોર્ડ-બેનર જપ્ત કરેલા છે.
(3:45 PM IST)










