<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

ગુજરાત બાર કાઉન્સીલની ચુંટણીમાં અમદાવાદના ઍ.ઍ.અન્સારી, અને જે.જે.પટેલની ભવ્ય જીત

રાજકોટના દિલીપભાઈ પટેલ, જામનગરના મનોજભાઈ અનડકટ જીત તરફ આગળ વધી રહ્યા છેઃ આજે પણ મત ગણતરી ચાલુઃ સાંજ સુધીમાં એકડાના મતમાં આગળ હોય તેવા ઉમેદવારો વિજેતા થશેઃ મહિલા અનામતમાં અમૃતા ભારદ્વાજ માટે ઉજળા સંજોગોઃ જુનાગઢના કામદાર, વલસાડની પી.ડી પટેલ ત્રીજા ક્રમે ચાલી રહ્યા છે, કુલ ૨૩ ઉમેદવારો ચુંટાશેઃ વડોદરાના મહિલા ઉમેદવાર એન.એમ.ધોત્રે, રાજપીપળાના વી.આઈ ભટ્ટની જીતની શક્‍યતા

રાજકોટ તા.૧૬: ગુજરાતભરના વકીલ આલમમાં જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તેવી બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાત (BCG)ની ૨૩ સભ્‍યોની ચૂંટણીનું પરિણામ હવે નિર્ણાયક તબક્કે પહોંચ્‍યું છે. પ્રથમ પ્રેફરન્‍સ વોટમાં નિર્ધારિત ૧૯૨૯ મતોનો ક્‍વોટા પાર કરી અમદાવાદના એ.એ. અન્‍સારી અને જે.જે. પટેલ વિજેતા જાહેર થયા છે.

બીજી બાજુ રાજકોટના દિલીપ પટેલ અને અને ટ્ટ મહિલા અનામતમાં અમૃતા ભારદ્વાજ પણ જીત ભણી અગ્રેસર છે. ૧૯૨૯ મતોનો ક્‍વોટા પ્રથમ રાઉન્‍ડમાં જ એ. એ. અન્‍સારી (અમદાવાદ) ૨૩૯૮ મતો સાથે પ્રથમ ક્રમે વિજેતા થયા છે જ્‍યારે જે. જે. પટેલ (અમદાવાદ) ૧૯૪૯ મતો સાથે બીજા ક્રમે વિજેતા જાહેર  કરવામાં આવ્‍યા છે.

આ ચૂંટણીમાં સૌરાષ્ટ્રના ઉમેદવારો મજબૂત સ્‍થિતિમાં જોવા મળી રહ્યા છે રાજકોટના દિલીપભાઈ પટેલ (ડી. કે. પટેલ) ૧૭૨૭ મતો સાથે ચોથા ક્રમે આગળ રહી વિજય તરફ મક્કમ રીતે આગળ વધી રહ્યા છે.

જામનગરના મનોજભાઈ અનડકટ ૧૫૮૯ મતો સાથે પાંચમા ક્રમે છે. જૂનાગઢના એમ. સી. કામદારઃ ૧૦૦૬ મતો મેળવી દસમા ક્રમે છે ત્રીજા ક્રમે વલસાડના પી. ડી. પટેલ (૧૬૮૩ મતો) વિજય કૂચ કરી રહ્યા છે.હજુ મતગણતરી ચાલુ છે

આ ચુટણી ૯૯ ઉમેદવારોમાં ૨૦ મહિલા ઉમેદવારો મેદાનમાં હતા. એન. એમ. ધોત્રે (વડોદરા) ૫૯૦ મતો સાથે મહિલાઓમાં પ્રથમ (ઓવરઓલ ૩૦મો ક્રમ) વી. આઈ. ભટ્ટ (રાજપીપળા) ૪૮૬ મતો સાથે મહિલાઓમાં બીજા (ઓવરઓલ ૩૫મો ક્રમ) અમૃતા ભારદ્વાજ (રાજકોટ) ૪૩૯ મતો મેળવીને મહિલા ઉમેદવારોમાં ત્રીજા ક્રમે છે, જે તેમની જીતની પ્રબળ શક્‍યતાઓ દર્શાવે છે.

ગુજરાત બાર કાઉન્‍સિલની ચુંટણીની મતગણતરી ચાલુ છે જેમ જેમ પરિણામ જાહેર કરવામાં આવશે તેમ તેમ ઉમેદવારો વિજેતા જાહેર કરવામાં આવી રહ્યા છે કુલ ૨૩ ઉમેદવારો છુપાવે અને ત્‍યારબાદ બે ઉમેદવારોને કો ઓપન મેમ્‍બરો ચુટાશે અને ૨૫ નું સંખ્‍યાબળ થશે અને તેમાંથી વિવિધ કમિટીની રચના કરી ચેરમેન અને વાઇસ ચેરમેન સહિતના હોદ્દેદારો જાહેર કરવામાં આવશે.

પ્રથમ રાઉન્‍ડની ગણતરીના અંતે ચૂંટણી લડી રહેલા કુલ ૯૯ ઉમેદવારોમાંથી પ્રથમ ૨૩ સ્‍થાને રહેલા ઉમેદવારો, તેમના શહેરો અને મેળવેલા મતોની વિગતવાર યાદી નીચે મુજબ છે

પ્રથમ નંબરે અમદાવાદના અન્‍સારી એ. એ. (૨૩૯૮ એકડા), બીજા નંબરે અમદાવાદના પટેલ જે. જે. (૧૯૪૯ એકડા), ત્રીજા ક્રમે વલસાડના પટેલ પી. ડી. (૧૬૮૩ એકડા), ચોથા ક્રમે રાજકોટના પટેલ ડી. કે. (દિલીપભાઈ) (૧૬૨૭ એકડા), પાંચમા ક્રમે જામનગરના અનડકટ એમ. એમ. (મનોજભાઈ) (૧૫૮૯ એકડા), છઠ્ઠા ક્રમે અમદાવાદના વાઘેલા પી. એચ. (૧૪૮૭ એકડા), સાતમા ક્રમે અમદાવાદના વાઘેલા કે. બી. (૧૨૨૩ એકડા), આઠમા ક્રમે સુરતના રબારી બી. જી. (૧૧૪૦ એકડા), નવમા ક્રમે સુરતના પટેલ એચ. જે. (૧૦૪૯ એકડા), દસમા ક્રમે જૂનાગઢના કામદાર એમ. સી. (૧૦૦૬ એકડા), ૧૧મા ક્રમે અમદાવાદના કેલ્‍લા એ. સી. (૯૭૩ એકડા), ૧૨મા ક્રમે મહેસાણાના ત્રિવેદી કે. આર. (૯૬૨ એકડા), ૧૩મા ક્રમે ભુજના ગઢવી એમ. આર. (૯૬૧ એકડા), ૧૪મા ક્રમે ગાંધીનગરના ગોહિલ એસ. એસ. (૯૪૪ એકડા), ૧૫મા ક્રમે અમદાવાદના પટેલ જે. વી. (૯૩૩ એકડા), ૧૬મા ક્રમે સુરતના કણિયા ટી. બી. (૯૧૦ એકડા), ૧૭મા ક્રમે સુરતના નાકરાણી એચ. એમ. (૮૮૭ એકડા), ૧૮મા ક્રમે અમદાવાદના ભગત બી. વી. (૮૬૭ એકડા), ૧૯મા ક્રમે આણંદના પરમાર એમ. આર. (૮૪૧ એકડા), ૨૦મા ક્રમે પાલનપુરના ચૌધરી એમ. આર. (૭૭૬ એકડા), ૨૧મા ક્રમે ભાવનગરના ઝાલા એ. એચ. (૭૭૧ એકડા), ૨૨મા ક્રમે અમદાવાદના દવે ડી. કે. (૭૬૪ એકડા) અને ૨૩મા ક્રમે વડોદરાના પટેલ એન. ડી. (૭૪૫ એકડા) રહ્યા છે.

 ચૂંટણી અને મતગણતરીની પ્રક્રિયા

બાર કાઉન્‍સિલની ચૂંટણી સિગલ ટ્રાન્‍સફરેબલ વોટ (એસ.ટી.વી.) એટલે કે પસંદગીના ક્રમ આધારે થાય છે.

પસંદગીના મતઃ આ સિસ્‍ટમમાં મતદારોએ ઉમેદવારોને ૧, ૨, ૩ એમ પસંદગી આપવાની હોય છે.

વિજયી ક્‍વોટાઃ જીતવા માટે એક નિヘતિ ક્‍વોટા નક્કી કરાયો છે, જે આ વખતની ચૂંટણીમાં ૧૯૨૮.૫૯ (એટલે કે ૧૯૨૯) મતોનો છે.

પ્રથમ રાઉન્‍ડઃ અત્‍યારે કાઉન્‍ટ નંબર-૧ (ફક્‍ત પ્રથમ પસંદગીના એટલે કે 'એકડા'ના મતો) ની ગણતરી પૂરી થઈ છે. આ રાઉન્‍ડમાં જે ઉમેદવારોએ ૧૯૨૯નો ક્‍વોટા પાર કર્યો છે (જેમ કે શ્રી અન્‍સારી અને શ્રી જે. જે. પટેલ), તેમને સીધા વિજેતા જાહેર કરાયા છે.

એલિમિનેશન રાઉન્‍ડઃ હવે પછીના તબક્કામાં એલિમિનેશન રાઉન્‍ડ શરૂ થશે. તેમાં સૌથી ઓછા એકડા મેળવનાર ઉમેદવારને યાદીમાંથી બહાર કરી (એલિમિનેટ કરી) તેમના મતોમાંથી બીજી પસંદગી (બગડા) ના મતો અન્‍ય ઉમેદવારોમાં તેમના હિસ્‍સા મુજબ ટ્રાન્‍સફર કરવામાં આવશે. જ્‍યા સુધી ૨૩ સીટો પૂરેપૂરી ભરાઈ ન જાય ત્‍યાં સુધી આ પ્રક્રિયા ચાલતી રહેશે.

એ.એ.અન્‍સારી

જે.જે.પટેલ

મનોજ અનડકટ

અમૃતા ભારદ્વાજ

દિલીપ પટેલ

 

(11:10 AM IST)