<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

‘ચીચોડા'ના ડખ્‍ખામાં રાજકોટમાં યુવાનની કરપીણ હત્‍યા

ભાવેશભાઈ તેના ભત્રીજા પ્રિન્‍સ અને મિત્ર રાહુલ સાથે ટુવહીલરમાં બેસી જમવા જતો તો ત્‍યારે રસ્‍તામાં આંતરી લાકડી કુહાડી ધારીયાના ઘા : રૈયા રોડ દ્વારકેશ પાર્ક મેઈન રોડ પર સ્‍વિફટ કાર અને બાઈકમાં આવેલા ૪ થી ૫ શખ્‍સોનો ખૂની ખેલઃ હુમલા બાદ ભાવેશભાઈને ઉઠાવી જઈ આગળ ઉતારી મુકયોઃ ભાવેશભાઇનું સારવારમાં મોતઃ યુનિવર્સિટી પોલીસે મૃતકના મિત્ર રાહુલ પરમારની ફરિયાદ નોંધી

મૃતક ભાવેશભાઇનો ફાઇલ ફોટો : ભાવેશભાઇ વણવીનો નિષ્‍પ્રાણ દેહ અને હુમલામાં ઘાયલ પ્રિન્‍સ વણવી નજરે પડે છે. :  આરોપી ન પકડાય ત્‍યાં સુધી મૃતદેહ નહિ સ્‍વીકારવાનો પરિવારનો નિર્ણય.

રાજકોટ તા.૧૬: શહેરના રૈયા વિસ્‍તારમાં મણિનગરમાં રહેતા અને સોપાન હાઈટ્‍સ પાસે કામ કરતા ભાવેશભાઈ ડાયાભાઈ વાણવી (ઉ.વ. ૩૨) નામના યુવાનની જૂની અદાવતનો ખાર રાખી નિર્મમ હત્‍યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. આરએમસીમાં ચીચોડો રાખવા બાબતે કરેલી અરજીનો ખાર રાખી હમીર મેરા જોગરાણા સહિતના શખ્‍સોએ આતંક મચાવી, યુવાનનું અપહરણ કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે રાહુલ કાનજીભાઈ પરમાર ( ઉ.વ ૨૫ ધંધો નસિર્ંંગ સ્‍ટાફ રહે ઉમિયા ચોક સાંઈ દર્શન એપાર્ટમેન્‍ટની બાજુમાં માધવ પાર્ક મહુડી પ્‍લોટ નિખિલભાઈ કુંભારના મકાનમાં રાજકોટ મૂળ ગામ -માંગરોળ આંબેડકરનગર એસટી બસ સ્‍ટેન્‍ડની સામે જીલ્લો-જુનાગઢ)ની ફરિયાદ પરથી હમીર મેરાભાઈ જોગરાણા અને ૪ થી ૫ અજાણ્‍યા શખ્‍સો સામે હુમલો, હત્‍યાની કોશીષ અને અપહરણનો ગુનો દાખલ હતો. દરમિયાન હુમલામાં ઘાયલ ભાવેશભાઈ વણવીનું મોત થતાં બનાવ હત્‍યામાં પરિણમ્‍યો છે.

ફરિયાદી રાહુલ કાનજીભાઈ પરમારે ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું અને મારા મામાનો દિકરો સંજયભાઈ રમેશભાઈ ગોહેલ ભાડેથી રૂમ રાખીને રહીએ છીએ અને હું સેવ લાઇફ હોમ એન્‍ડ હેલ્‍થ કેર નામે નસિર્ંંગ સ્‍ટાફનું કામકાજ કરું છું. મારા માતા-પિતા તથા મારા મોટાભાઈ અનિલભાઈ અમારા વતનમાં રહે છે.

રવિવારે તારીખ ૧૫-૦૩ના રોજ હું મારા મિત્ર ભાવેશભાઈ ડાયાભાઈ વાણવી પાસે સોપાન હાઇટસ નજીક તે હોઈ ત્‍યાં ગયેલ હતો. ત્‍યાં તેની સાથે તેનો ભત્રીજો પ્રિન્‍સ સુનિલભાઈ વાણવી પણ હાજર હતો. ત્‍યારે ભાવેશભાઈએ મને તેના ઘરે જમવાનું કહેલ જેથી  મારા બાઈકમાં ભાવેશભાઈને મારી પાછળ બેસાડેલ અને પ્રિન્‍સ તેનુ મોટરસાયકલ લઈને આવતો હતો. અમે ભાવેશભાઈનું રૈયામાં મણીનગરમાં મકાન હોઇ ત્‍યાં જતા હતા ત્‍યારે રાત્રિના આશરે પોણા દશેક વાગ્‍યાના અરસામાં દ્વારકેશ પાર્ક મેઇન રોડ ડ્રીમ સિટીની સામે પહોંચતા ચારથી પાંચ અજાણ્‍યા માણસો સ્‍વીફટ તથા બાઇક લઈને અચાનક અમારી પાછળ આવેલ અને લાકડી, ધારિયા, કુહાડી વતી અચાનક ભાવેશભાઈને મારવા લાગેલ. જેથી પ્રિન્‍સ ત્‍યાં ઉભો રહેતો આ લોકો તેને પણ માર મારવા લાગેલ હતા જેથી મને બીક લાગતા હું થોડો સાઈડમાં જતો રહેલ ત્‍યારે આ લોકો ભાવેશભાઈ તથા પ્રિન્‍સને માર મારતા હતા. બાદમાં  આ લોકો ભાવેશભાઈને સ્‍વીફ્‌ટ ગાડીમાં બેસાડી લઈ ગયેલા હતા. ત્‍યારે હું પ્રિન્‍સ પાસે જતા પ્રિન્‍સને માથામાં ઇજા થયેલ હોઇ અને લોહી નીકળતુ હોઇ જેથી તુરંત જ મારા બાઈક ઉપર પ્રિન્‍સને બેસાડી સરકારી હોસ્‍પિટલમાં સારવાર માટે લઈ જવા નીકળેલ હતો. ત્‍યારે રસ્‍તામાં પ્રિન્‍સને પુછતા મને વાત કરેલ કે હમીર મેરા જોગરાણા સાથે ચીચોડો રાખવા બાબતે ભાવેશભાઈએ કમ્‍પ્‍લેઇન કરેલ હોઇ જેનો ખાર રાખી આ હમીર જોગરાણા તથા અન્‍ય માણસોએ આવી અમારી સાથે ઝઘડો કરી લાકડી ધારીયા વતી અમોને મારેલ છે તેવી વાત પ્રિન્‍સે મને કહેલ હતી. પ્રિન્‍સને મેં સરકારી હોસ્‍પિટલમાં સારવારમાં દાખલ કરેલ હતો ત્‍યારે ત્‍યાં હોસ્‍પિટલમાં ઇમરજન્‍સી વોર્ડમા ભાવેશભાઈની સારવાર પણ ચાલુ હતી અને તેના માથામાં, હાથમાં તેમજ તેના શરીરે ગંભીર તિક્ષ્ણ હથીયારના ધા વાગેલા હતા અને તે બેભાન હાલતમા હતાં.

 આ બનાવ પાછળનું કારણ એવું છે કે મારા મિત્ર ભાવેશભાઈ ડાયાભાઈ વાણવી (ઉ.વ.૩૨) તથા પ્રિન્‍સ સુનિલભાઈ વાણવી (ઉ.વ.૧૭) (રહે બંને મણિનગર રૈયા)ને હમીર મેરા જોગરાણા સાથે ચીચોડો રાખવા બાબતે આરએમસીમાં અરજી કરવાની માથાકૂટ હતી. જે બાબતનો ખાર રાખી આ હમીર જોગરાણા તથા તેની સાથેના અજાણ્‍યા ચારથી પાંચ માણસોએ લાકડી, ધારિયા, કુહાડી વતી ભાવેશભાઈને માથામાં તથા હાથમાં ગંભીર ઈજાઓ પહોંચાડી મારી નાખવાની કોશિશ કરી તેમજ પ્રિન્‍સને માથામાં ઇજા પહોંચાડી હતી. જેમાં ભાવેશભાઈનુ મોત થતાં બનાવ હત્‍યામાં પરિણમ્‍યો છે.

આ ઘટનાને પગલે શહેર પોલીસના ઉચ્‍ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્‍થળે અને હોસ્‍પિટલ દોડી ગયો હતો. જાહેર માર્ગ પર બનેલી આ સનસનાટીભરી ઘટનાએ ચકચાર જગાવી છે. પોલીસે ઘટનાસ્‍થળની આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે, જેમાં સ્‍વિફ્‌ટ કારના નંબર અને હુમલાખોરોની ઓળખ મેળવવા પ્રયાસો કરાયા છે. આરોપીઓ ગુનો આચરીને કઈ દિશામાં નાસી છૂટયા તે અંગે પણ સ્‍થાનિકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ભાવેશભાઈના મોતના સમાચાર મળતા જ તેમના પરિવાર અને રૈયા મણિનગર વિસ્‍તારમાં શોકનું મોજું ફરી વળ્‍યું છે.

પોલીસ તપાસમાં સામે આવ્‍યું છે કે, મળતક ભાવેશભાઈએ હમીર મેરા જોગરાણા વિરુદ્ધ ચીચોડો રાખવા બાબતે અગાઉ આરએમસી (રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશન)માં ફરિયાદ કરી હતી. આ બાબતનો ખાર રાખી હમીર જોગરાણા અને તેના સાગરીતોએ પૂર્વ આયોજિત કાવતરું ઘડી આ ખૂની ખેલ ખેલ્‍યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે.

આ મામલે યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનના પીઆઇ એચ.એન. પટેલની રાહબરીમાં  એ.એસ.આઈ. જે.એચ. જાડેજાએ ગુનો દાખલ કરાવતા આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયા છે.(૨.૨)

હત્‍યાનો ભોગ બનનાર ભાવેશ પોતાને પત્રકાર તરીકે ઓળખાવતોઃ ત્રણ ગુના નોંધાયા'તા અને પાસામાં પણ ધકેલાયેલ

રાજકોટઃ હત્‍યાનો ભોગ બનનાર ભાવેશભાઈ વાણવી પોતાને પત્રકાર તરીકે ઓળખાવતો હતો અને ગુનાહિત ઇતિહાસ પણ છે. તેના વિરુદ્ધ તાજેતરમાં જ ત્રણ ગુના નોંધાયા હતા અને બાદમાં તેની સામે પાસાની કાર્યવાહી પણ થઈ હતી.

રૈયા ગામમાં રહેતા મૂળ જામકંડોરણાના વતની અને બેનરના ધંધાર્થી હિતેશ ભરતભાઈ સોલંકીને તારો મિત્ર રજનીશ કયાં છે, મારે તેની પાસેથી પૈસા લેવાના છે કહી ભાવેશે માર મારી હું મોટા ગજાનો પત્રકાર છું, મારૂ કાંઇ થશે નહીં તું ગાડીમાં બેસ તેમ કહી ધમકી આપ્‍યા અંગે યુનિવર્સીટી પોલિસ મથકમાં ગુનો નોંધાયો હતો. આ ઉપરાંત તેની સામે શહેરના ગાંધીગ્રામ અને યુનિવર્સિટી પોલીસ મથકમાં ધમકી અંગેના બે ગુના નોંધાયા હતાં. જેમાં હોસ્‍ટેલમાં ફૂડ પાર્સલ બંધ કરાવતા હોસ્‍ટેલ સંચાલકને મારી નાખવાની ધમકી આપી તેમજ ગર્લ્‍સ હોસ્‍ટેલને બદનામ કરવા પ્રયાસ કર્યો હોવાનો આરોપ મુકાયો હતો. જે બાદ પોલીસે તેની ધરપકડ કરી પાસા તળે જેલમાં ધકેલવાની કાર્યવાહી કરી હતી.(૨.૭)

બે દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી

રાજકોટઃ મળતકના પિતા ડાયાભાઈ અગાઉ કારખાનામાં નોકરી કરતાં હતા અને હાલ નિવળત હોવાનું જાણવા મળે છે. તેમજ તેઓ પરિણીત હોવાનું તથા સંતાનમાં બે દીકરા લક્ષ (ઉ.વ.૭) અને અંશ (ઉ.વ.૪) હોવાનું માલુમ પડે છે. ભાવેશભાઈના મોતથી બે માસુમોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

(2:48 PM IST)