<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

લોકસંગીતની સુરાવલીઓથી રાજકોટ ગુંજશેઃ ઝીરો ગ્રેવિટી દ્વારા કાલે ‘Folk રંગ 2.0'નું ભવ્‍ય આયોજન

ઉભરતા યુવા કલાકારો લોકગીતોની જમાવટ કરશે; ‘મારું મન મોર બની થનગાટ' થી ‘લાલો' સુધીની સંગીતમય સફર

રાજકોટઃ શહેરના કલાપ્રેમીઓ માટે આગામી રવિવારની સાંજ લોકસંગીતના સથવારે યાદગાર બની રહેશે. ઝીરો ગ્રેવિટી' પ્રસ્‍તુત Folk રંગ 2.0 સૂર, શબ્‍દ અને સંસ્‍કૃતિનો સંગમ' કાર્યક્રમ દ્વારા રાજકોટના આંગણે ગુજરાતી સંસ્‍કૃતિનો મેળાવડો જામશે. અગાઉના સફળ પ્રતિસાદ બાદ, આ વખતે બીજા પડાવમાં ગુજરાતના ખ્‍યાતનામ યુવા કલાકારો લોકપ્રિય ગુજરાતી ગીતોની અખંડ મોજ પીરસશે.

આ સંગીતમય સફરમાં 'મારું મન મોર બની થનગાટ' થી લઈને 'મનોરથ જીવ (લાલો)' સુધીની રચનાઓ રજૂ કરી આપણા ભવ્‍ય વારસાને જીવંત કરવામાં આવશે. કાર્યક્રમના આયોજકોના જણાવ્‍યા અનુસાર, આ એક એવો અચૂક માણવા લાયક કાર્યક્રમ છે જે સીધો શ્રોતાઓના હૃદયને સ્‍પર્શશે.

આ કાર્યક્રમમાં રાજ્‍યના જુદા-જુદા શહેરોમાંથી આવતા તેજસ્‍વી કલાકારો પોતાની કલા રજૂ કરશે. જેમાં સુરતથી ફોરમ-હેતલ, ગાંધીનગરથી કંદર્પ અને દેવાંગસિહ, વડોદરાથી પાર્થ તેમજ રાજકોટના જાણીતા આર.જે. જય અને નીરવ જૈન શ્રોતાઓને આનંદ-ઉલ્‍લાસ કરાવશે.

કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રભુ ગ્રુપ, રસિકભાઈ ચેવડાવાળા, કરિયર કંપાસ, શિવમ જોશી, અવર રાજકોટ, દુર્ગા પ્રકાશન, ગ્‍લોબલ પબ્‍લિસિટી, મીડિયા સિટી, લશ્‍કરી ફિલ્‍મ્‍સ અને ઐશ્‍યા મેગેઝિન સહિતનાનો સહયોગ મળી રહ્યો છે.

કાર્યક્રમની વિગતઃ તા.૧૫ માર્ચ, ૨૦૨૬ (રવિવાર)  સમયઃ રાત્રે ૮:૩૦ કલાકે

સ્‍થળઃ હેમુ ગઢવી ઓડિટોરિયમ, રાજકોટ. વધુ વિગત માટે સંપર્કઃ ૯૫૩૭૨ ૯૮૧૮૧. પાસની ફી રૂ.૧૫૦ થી ૨૫૦ રાખેલ છે.

સ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે કેવલ, સવીત, કલ્‍પેશ, મિત નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:24 PM IST)