તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th March 2026
મંગળવારે વેલકમ ચેટીચંડ્ર મહાઉત્સવઃ ફૂલેકુ-મહાપ્રસાદ
ઝૂલેલાલ સાહેબની ઝાંખી, ફૂલેકુ નીકળશે, મહાઆરતી મ્યુઝીકલ પાર્ટીનો કાર્યક્રમ

રાજકોટઃ લાલ સાંઇ ગ્રુપ - રાજકોટ દ્વારા આગામી તા.૧૭ના મંગળવારે વેલકમ ચેટીચંડ્ર મહાઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે.
૧૭મીના મંગળવારે સાંજે ૫ વાગ્યાથી ઝૂલેલાલ સાહેબની ઝાંખી ફૂલેકુ નિકળશે. જે પરસાણાનગર, રેલનગર, સિંધી કોલોની સહિતના વિસ્તારોમાં ફરશે. બાદ મહાઆરતી, મહાપ્રસાદ રાખેલ છે. બાદ ઝૂલેલાલ મ્યૂઝીકલ પાર્ટીનો કાર્યક્રમ રાખેલ છે.
રાત્રીના ૧:૧૫ વાગે જૂલણજી જયોતનું વિસર્જન કરવામાં આવશે.આ અંગે વધુ માહિતી માટે મો. ૯૭૨૫૨ ૯૫૧૯૮ ઉપર સંપર્ક કરી શકાય છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને આમંત્રણ આપતા સિંધી આગેવાનો હેમંતભાઇ મંગવાણી, દિપકભાઇ વાઘવાણી, કિશોરભાઇ પારવાણી અને પંકજભાઇ પારવાણી નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:24 PM IST)










