<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

મવડી કણકોટ રોડ ઉપર દક્ષિણ મામલતદારનું ઓપરેશન ૧૫ કરોડની જમીન ખૂલ્લીઃ ઝૂપડા-મકાનો તોડી પડાયા

ઓપરેશનને જમીનનો કબ્‍જે સોંપી દેવાયોઃ કૂલ ૧૫૦૦ ચો.મી.જમીન પર દબાણ હતું

રાજકોટ,તા.૧૪: રાજકોટ કલેક્‍ટરની બાદ દક્ષિણ મામલતદારે ગઈકાલે બપોર બાદ દક્ષિણ વિસ્‍તારમાં મવડી નાં સરકારી સર્વે નંબર ૧૯૪ પૈકીની મવડી કણકોટ રોડ ઉપર સરકારી પડતર જમીન પર કાચા/ પાકા ઝૂંપડાઓ, ઈંટોનું ચણતર અને સ્‍લેબ વિગેરે દબાણ કરી લેતા જમીન મહેસૂલ કાયદાની કલમ ૨૦૨ હેઠળ નોટીસ આપી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. આમ છતા આ દબાણકારોએ જમીન ખાલિ નહિ કરતા બૂલડોઝર ફેરવી દઈ ૧૫ કરોડની ૪૫૦૦ ચો.મી. જમીન ખુલ્લી કરાવી કલેક્‍ટરને રીપોર્ટ કરી દીધો હતો.

આ દબાણ હટાવ ઓપરેશનમાાં ૧૫ જેટલા ઝૂપડા, ૨ થી ૩ કાચા મકાનો, કેબીનો-દૂકાનો તોડી પડાયા હતા, ઓપરેશન સમયે વીજટીમો, પોલીસ ટીમો, કોર્પોરેશનની ટીમો સાથે રહી હતી. આ જમીન કોર્પોરેશનને અગાઉ અપાઇ હતી, જ્‍યાં પાણીનો મોટો પમ્‍પ બનાવવાની યોજના છે, જમીનનો કબ્‍જે લઈ કોર્પોરેશનને સોંપી દેવાયો છે

(3:06 PM IST)