તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th March 2026
મહાવિર ટ્રેડીંગની ૫૭ લાખની લોન CA એ બારોબાર વાપરી નાખી!
આરોપી CA જતીન જાજલે વેપારીએ આપેલ કોરા કાગળમાં લખાણ કરી સ્ટેમ્પ મારી લોનના રૂપીયા પોતાના મળતીયાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા

રાજકોટ તા.૧૪: રેસકોર્ષ રીંગરોડ પર આવેલ મહાવિર ટ્રેડીંગ નામની પેઢીના વેપારીની લોનના ૫૭.૧૦ લાખ CA જતીન જાજલએ બારોબાર વાપરી નાખતા છેતરપીંડીની ફરિયાદ પ્રનગર પોલીસ મથકમાં નોંધાઇ છે. પેઢીના સંચાલક નિતીનભાઇ વલ્લભભાઇ સાવલીયા પોતાના તમામ ડોકયુમેન્ટ અને સ્ટેમ્પ CA જતીન જાજલની ઓફિસમાં રાખતાં હતા. દરમિયાન ૭૦ લાખની લોન બેંકમાંથી મંજૂર થતા આરોપીએ વેપારીએ આપેલ કોરા કાગળમાં લખાણ કરી, સ્ટેમ્પ મારી, લોનના રૂપીયા પોતાના મળતીયાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરી હતી.
કોઠારીયા રોડ પર વિનોદનગર મેઈન રોડ પર રહેતાં નિતિનભાઈ વલ્લભભાઇ સાવલીયા ઉ.વ.૪૨ એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે જતીન નરેન્દ્રભાઇ જાજલ (રહે.શ્રેયસ સોસાયટી, શેરી નં.-૪, લાઇફ બીલ્ડીંગ પાછળ, રેસકોર્ષ રીંગ રોડ, ઓફીસનુ સરનામુ, જુની ઓફીસ સ્ટાર પ્લાઝા કોમ્પલેક્ષ, નવમો માળ ઓફીસ નંબર - ૯૧૦ થી ૯૧૩, હાલ ઓફીસ પ્રાઇડ એમ્પાઇયર ઓફીસ નંબર - ૫૦૧ થી ૫૦૫, રેસકોર્સ રોડ, ઇન્ડોર સ્ટેડીમની સામે રેસકોર્સ) નું નામ આપતાં ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.
મહાવિર ટ્રેડીંગ નામથી પ્રોપરાઇટર પેઢી સાથે આરોપી જતીન જાજલ વર્ષ ૨૦૧૪ થી સીએ તરીકે કામ કરતા હતા. મહાવિર ટ્રેડીંગ કંપનીનું વર્ષ ૨૦૧૪ થી આરોપી આઇટી રિર્ટન ફાઇલ કરવાનું નિયમીત રીતે કામ કરતો હતો. ફરીયાદી પોતાની પેઢીનાં રબ્બર સ્ટેમ્પ તથા લેટર પેડ તથા ડીજીટલ સીગ્નેચર, પરીવારના સભ્યોનાં પાનકાર્ડ, આધારકાર્ડ, બેન્ક ખાતાને લગતા જરૂરી દસ્તાવેજો આરોપી જતીનની ઓફીસે વિશ્વાસથી રાખતા હતા.
વર્ષ ૨૦૨૦ ની આખરમાં ફરીયાદીને કઠોળનો ઓટોમેટીક કલીનિંગ પ્રોસેસીંગ પ્લાન્ટ કરવાનો હોય લોન માટે આરોપી જતીને પ્રપોઝલ તૈયાર કરેલ અને કઠોળનો ઓટોમેટીક કલીનિંગ પ્રોસેસીંગ પ્લાન્ટ હાર્દીક ઇન્ડસ્ટ્રીઝના માલીક નિલેશ પ્રકાશચંદ્ર ધાંધા પાસેથી રૂ. ૬૮ લાખનું મશીનરીનું કવોટેશન મેળવી બેંકમાં આપેલ હતું. જે કવોટેશનના આધારે આરોપી જતીનએ ફરીયાદીની લોન લેવા એકસીસ બેંકમાં અરજી કરતા રણછોડનગર બ્રાન્ચમાંથી રૂ.૫૦ લાખ ટર્મ લોન તથા રૂ.૨૦ લાખની સી.સી. લોન મંજુર થયેલ. આ નાણા મહાવિર ટ્રેડીંગના એકસીસ બેંક રણછોડનગર બ્રાન્ચના એકાઉન્ટમાં રૂ.૫૦ લાખ તા.૧૭/૦૩/૨૦૨૧ ના ટર્મ લોનના રૂપીયા જમા થયેલ અને સી.સી. એકાઉન્ટમાં રૂ.૨૦ લાખ જમા થયેલ હતાં.
ફરીયાદીનાં બેંક એકાઉન્ટમાંથી મશીનરીનાં રૂ.૬૮ લાખ હાર્દીક ઇન્ડસ્ટ્રીઝના એકાઉન્ટમાં જમા થયેલ. તેમ છતા આ ફરીયાદીને કઠોળનો ઓટોમેટીક કલીનિંગ પ્રોસેસીંગ પ્લાન્ટની મશીનરી હાર્દીક ઇન્ડસ્ટ્રીઝમાંથી મળેલ ન હોય જેથી આરોપી જતીનને મશીનરી અપાવો અથવા લોન કેન્સલ કરાવો તેમ કહેતા તમારા પત્ની ગીતાબેન તથા તમારા સાળા નિલેશભાઇ ગજેરાના એકાઉન્ટની જુની ઇન્કમટેકસની રૂ. ૫૦ લાખની એન્ટ્રી સુલટાવો બાદ તમને મશીનરી અપાવીશ તેવુ આરોપીએ જણાવેલ.
આરોપી જતીનના કહેવાથી ફરીયાદીએ પત્ની તથા સાળાની ઇન્કમટેકસની જુની એન્ટ્રી સુલટાવવા સારૂ હાર્દીક ઇન્ડસ્ટ્રીઝના એકાઉન્ટમાંથી રૂ.૫૭.૫૦ લાખ જમા થયેલ બાદ તે રૂપીયામાંથી ફરીયાદીએ તેની પત્ની ગીતાબેનનાં એકાઉન્ટમાં રૂ.૨૦ લાખ તથા સાળા નિલેશભાઈગજેરાનાં એકાઉન્ટમાં રૂ. ૧૬.૬૦ લાખ જમા કરાવેલ હતાં. જે રૂપીયા આરોપીનાં કહેવા મુજબ તેના અલગ અલગ પરીચીતો અને સબંધીઓનાં બેંક એકાઉન્ટમાં કટકે કટકે ટ્રાન્સફર કરેલ હતાં.
બાદમાં ફરીયાદીએ આરોપીને મશીનરી આપવાનું જણાવતા મશીનરી અપાવેલ નહી. આરોપીએ કેન્સલેશન ઓફ મશીન ઓર્ડર બાબતે મહાવિર ટ્રેડીંગના નિતીનભાઇ સાવલીયાના નામથી હાર્દિક ઇન્ડસ્ટ્રરીઝના નામે ફરીયાદીની અગાઉથી સહી લીધેલ કોરા પેપર ઉપર તા.૧૮/૦૩/૨૦૨૧ ના ફરીયાદીની જાણ બહાર આરોપીએ કોમ્પ્યુટર લખાણ લખી લેટર તૈયાર ફરીયાદીની સહી ઉપર પેઢીનો સ્ટેમ્પ લગાડેલ કોરા કાગળમાં લીધેલ સહી વાળા કાગળમાં હાર્દિક ઇન્ડસ્ટ્રીઝનાં નામનો રૂ.૬૬.૬૪ લાખનો એગ્રીમેન્ટ ફોર પેમેન્ટ રિસીપ્ટ કનફર્મેશન બાબતનો લેટર તૈયાર કરી ફરીયાદીની સહી ઉપર પેઢીનો સ્ટેમ્પ લગાડી ફરીયાદીનાં પત્ની ગીતાબેન સાવલીયાના નામે તા.૦૨/૦૪/૨૦૨૧ ના રૂ.૩૦૦ નો સ્ટેમ્પ પર ફરીયાદીની જાણ બહાર નોટરી લખાણ કરાવ્યુ હતું.
ફરીયાદીની પેઢીનો સ્ટેમ્પ, કેન્સેલેશન ઓફ મશીન ઓર્ડરનો બોગસ લેટર, બનાવટી બોગસ દસ્તાવેજો ઉભા કરી આ દસ્તાવેજોનો ખરા તરીકે ઉપયોગ કરી ફરીયાદ નોંધાવતા પીએસઆઇ ડી.એસ.ગજેરા અને ટીમે તપાસ આદરી હતી
(3:59 PM IST)










