તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th March 2026
એપ્રિલમાં જૈન પ્રીમિયર લીગ સિઝન -૭ : જૈનોની ૧૨ ટીમો વચ્ચે જામશે જંગ : રવિવારે ઓકશન

રાજકોટ : જૈન ર્સ્પોસ ઓર્ગેનાઇઝેશન દ્વારા‘જૈન પ્રીમિયર લીગ સીઝન -૭' નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટના ઓકશન (ખેલાડીઓની હરાજી) કાર્યક્રમનો તા.૧૫ના રવિવારે યોજાશે.
જૈન સમાજના જરૂરીયાતમંદ પરિવારો તેમજ અબોલ જીવોના લાભાર્થે આયોજીત આ ટૂર્નામેન્ટનું ઓક્ષન (ખેલાડીઓની હરાજી)તા.૧૫ રવિવારે થશે. ટુર્નામેન્ટ તા.૨૦ થી ૨૬ એપ્રિલ દરમ્યાન ગ્રીન ફિલ્ડ ગ્રાઉન્ડ, જામનગર રોડ ખાતે યોજાશે.
આ વર્ષે ટુર્નામેન્ટમાં કુલ ૧૨ ટીમો વચ્ચે જંગ જામશે, જેમાં સમગ્ર ગુજરાતમાંથી ૧૫૦ થી વધુ જૈન ખેલાડીઓ ભાગ લેશે. ઓકશન દરમિયાન દરેક ટીમ વર્ચ્યુઅલ મની દ્વારા પોતાના પસંદગીના ખેલાડીઓની પસંદગી કરશે. દરેક ટીમમાં ૧ ઓનર, ૧ કેપ્ટન અને ૧કી-પ્લેયર રહેશે.
ટીમો, માલિકો અને કેપ્ટનોની યાદી : સ્વસ્તીક એન્ટર પ્રાઇઝ- ઓનર : હાર્દીક કોઠારી, ટોકો ટાઇન્સ, કેપ્ટન : જયદીપ વોરા, ક્રિકેટ લવર, ઓનર : તસ્વી સ્કૂલ, કેપ્ટન : ઉમંગ ગોસલિયા, ફાયર બર્ડસ, ઓનર : પ્રગતિ હોસ્પિટલ એન્ડ રૂપાણી ટી, કેપ્ટન : માનસભાઇ રૂપાણી, ઓનરઃ એન્ડ્રોમેડા, કેપ્ટન : મીકીલ વોરા, બીગ બુલ-ઓનર : નવકાર ટ્રેડર્સ, કેપ્ટન :સાગર હાપાણી જેએસઓ કેપીટલ -ઓનર : પી.એચ.પટેલ એન્ડ એસોસિએટ્સ, કેપ્ટન :હીત અવલાણી, જૈનમ-૧૧ ઓનર : જૈનમ, કેપ્ટન : ધૈર્ય પારેખ, એસ - ૧૧- ઓનર : એસ ટાઇલ્સ,કેપ્ટન : નીલ કામદાર, સ્લોગ સ્વીપર - ઓનરઃ શેઠ એસોસિયેટ્સ, કેપ્ટન : હિરેન શેઠ ફ્રેન્ડઝ ઇલવન -ઓનર કોર વેલ્થ, કેપ્ટન :પ્રતીક ગાંધી, બુલ્સ એન્ડ બિઅર્સ- ઓનર : એસકેએસઇ એન્ડ મહાવીર ઇન્વેસ્ટમેન્ટ , કેપ્ટન : પ્રતીક મહેતા.
વધુ માહીતી માટે સંપર્ક : જૈન સ્પાર્ટ્સ ઓર્ગેનાઇઝેશન (JSO), રાજકોટ. : ચિંતન મહેતા : ૮૦૦૦૩ ૧૮૦૪૭, ઋષભ કોઠારી : ૯૦૩૩૩૨ ૬૩૦૩૯.
તસ્વીરમાં ધૈર્ય પારેખ, માનસ રૂપાણી, હાર્દીક કોઠારી, ચિંતન મહેતા, ચિરાગ મહેતા, ધવલ ગાંધી અને કેયુર ગાંધી નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:51 PM IST)










