<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

સસ્‍તા અનાજના દુકાનદારોનું કમિશન વધાર્યુ તે છળ સમાન મૂળ માંગણી નહીં સંતોષાય તો દુકાનદારો કડક પગલા ભરશે

ફેરપ્રાઇઝ એસો.ના હિતુભા કહે છે આ કમિશન વધારો અમને મંજુર નથી

રાજકોટ, તા. ૧૪ :  રાજકોટ ફેરપ્રાઇઝ એસો.ના હોદ્દેદાર હિતુભા જાડેજાએ એક યાદીમાં ઉમેયુ છે કે, ગત નવેમ્‍બર માસમા રાજ્‍યના વ્‍યાજબી ભાવના  દુકાનદાર ભાઈઓ દ્વારા રેગ્‍યુલર કમિશન મિનિમમ કમિશન સહિતના ૨૦ મુદ્દાઓનું આવેદન આપી અને અસહકારનું આંદોલન કરવામાં આવ્‍યું હતું જેના પરિણામે રાજ્‍યના પુરવઠા મંત્રી દ્વારા વાજબી ભાવના દુકાનદાર ભાવના ભાઈઓને મળવાપત્ર કમિશન વધારી આપવામાં આવશે એવું આશ્વાસન આપવામાં આવ્‍યું હતું તેના ફળ સ્‍વરૂપે પ્રતીકીલો ૩૫ પૈસા જેવું નજીવું કમિશન વધારવામાં આવ્‍યુ હોય એવા સમાચાર જાણવા મળ્‍યા છે ત્‍યારે આ કમિશનમાં નજીવો વધારો એ વ્‍યાજબી ભાવના દુકાનદાર ભાઈઓ સાથે મજાક છે એક પ્રકારનું છળ છે એવુ અમો સમજીએ છીએ કમિશનનો આ વધારો રાજ્‍યના વાજબી ભાવના દુકાનદાર ભાઈને મંજૂર નથી આ માટે સરકારે ફરીથી વિચારણા  કરીને દુકાનદારોને યોગ્‍ય વળતર કરી આપવું જોઈએ એવી દરેક દુકાનદાર ભાઈઓની માંગણી છે આવનારા સમયમાં જો વ્‍યાજબી ભાવના દુકાનદારોની કમિશન વધારાની મૂળ માંગણીને સંતોષવામાં નહીં આવે તો વ્‍યાજબી ભાવના દુકાનદાર ભાઈઓ કડકમાં કડક અને આકરું પગલું લેતા પણ અચકાશે નહીં. 

(2:47 PM IST)