<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

શાપર-વેરાવળમાં બીજા દિવસે રૂરલ SOGનો દરોડોઃ ગાંજાના જથ્‍થા સાથે રાજ ચૌહાણ પકડાયો

રાજે સોહિલ ઉર્ફે રેહાન પાસેથી ગાંજો ખરીદયાની કબુલાત આપતા સોહિલની શોધખોળ તસ્‍વીરમાં પકડાયેલ શખ્‍સ (નીચે બેઠેલ) સાથે રૂરલ એસઓજીનો સ્‍ટાફ નજરે પડે છે.

રાજકોટ તા. ૧૪: શાપર-વેરાવળમાં બીજા દિવસે રૂરલ એસ.ઓ.જી.એ દરોડો પાડી ગાંજાના જથ્‍થા સાથે એક શખ્‍સને ઝડપી લીધો હતો.

પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર રાજકોટ ગ્રામ્‍ય, જીલ્લામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાનું વેચાણ કરતા ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સુચના અન્‍વયે એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્‍સપેકટર એફ.એ. પારગીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાની અલગ-અલગ ટીમ શાપર (વેરાવળ) પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમ્‍યાન મળેલ હકિકત આધારે શાંતીધામ મેઇન રોડ, ગણેશનગર, મફતીયાપરામાં રાજ મધેશભાઇ ચૌહાણ ઉ.વ. ર૦, ધંધો-મજુરી રહે. શાંતીધામ, ગણેશનગર, તા. કોટડા સાંગાણી, મુળ રહે. અમર ગામ, તા. કુતિયાણા, જી. પોરબંદર વાળાઓના કબ્‍જામાંથી માદક પદાર્થ ગાંજાનો જથ્‍થો ર કિલો ૪૩પ ગ્રામ જેની કિં. રૂ. ૧,ર૧,૭પ૦/-નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી શાપર (વેરાવળ) પોલીસ સ્‍ટેશન ખાતે એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુન્‍હો રજીસ્‍ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. ગાંજાનો આ જથ્‍થો રાજએ સોહિલ ઉર્ફે રેહાન શાહનવાજ ખરેડીયા રે. વેરાવળ (શાપર) પાસેથી લીધાની કબુલાત આપતા તેની શોધખોળ હાથ ધરાઇ છે. સોહિલ સામે અગાઉ પ્રોહીબીશન તથા એનડીપીએસ એકટ તળે શાપર-વેરાવળમાં ૪ અને કોસબા (સુરત) માં ૧ ગુન્‍હો નોંધાયો છે.

આ કાર્યવાહી રૂરલ એસ.ઓ.જી. શાખાના પો. ઇન્‍સ. એફ.એ. પારગી, તથા શાપર (વેરાવળ) પો. સ્‍ટે. પો. ઇન્‍સ. આર. બી. રાણા, પો. સબ ઇન્‍સ. પી. બી. મિશ્રા, એ.એસ.આઇ. રૂપકબહાદુર હસ્‍તબહાદુર, પો. હેડ કોન્‍સ. નૈમીષભાઇ મહેતા, (બાતમી), મયુરભાઇ વિરડા, વિજયભાઇ વેગડ, ચંદુભાઇ પલાળીયા પો. કોન્‍સ. રણજીતભાઇ ધાંધલ, વિપુલભાઇ ગોહેલ તથા પૃથ્‍વિરાજસિંહ ડોડિયા દ્વારા કરવામાં આવેલ છે.

(11:55 AM IST)