તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th March 2026
રેલનગરમાં ૧૬.ર૮ લાખનો વિદેશી દારૂ પકડાયો
ભંગારના ડેલા અને રીક્ષામાંથી ૪૮૪૮ બોટલ દારૂના જથ્થા સાથે આરીફ અને હરદેવ યાદવને પીસીબીએ ઝડપી લીધાઃ મુખ્ય સપ્લાયર અશોક મારવાડીની શોધ

તસ્વીરમાં પકડાયેલ બંને શખ્સો (નીચે બેઠેલ) સાથે દારૂનો જથ્થો અને રીક્ષા નજરે પડે છે. (૪.૧૨)
રાજકોટ, તા., ૧૩ : રેલનગર વિસ્તારમાં ભંગારના ડેલામાં પીસીબી બ્રાંચે દરોડો પાડી ભંગારના ડેલા અને ઓટો રીક્ષામાંથી ૧૬.ર૮ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપીલીધા હતા. જયારે મુખ્ય સપ્લાયરની શોધખોળ હાથ ધરાઇ છે.
પોલીસ કમિશ્રર શ્રી બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્રર શ્રી ચૈતન્ય મંડલીકએ ં પ્રોહીબીશનની ગેર કાયદેસર પ્રવળતિ નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના અન્વયે પી.સી.બી. ઇ/ચા પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પી.સી.બી. ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન પો.હેડ.કોન્સ. દીલીપભાઇ બોરીચા, ઉમેશભાઇ ચાવડા, પો.કોન્સ. વિશાલભાઇ દવે ને મળેલ સયુંકત હકીકત આધારે ૧૫૦ ફુટ રીંગ રોડ, નાયરાના પંપની પાછળ, રેલનગર એરીયા, માતળ એસ્ટીલા હાઇરાઇઝ બિલ્ડીંગની સામે આવેલ ભંગારના ડેલામાંથી તથા ઓટો રીક્ષામાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે (૧) આરીફ સલીમભાઇ જુણેજા ઉ.વ.૪૦ રહે.પરસાણાનગર શેરી નંબર ૦૧, જામનગર રોડ રાજકોટ તથા (૨) હરદેવ યાદવ શ્રીદિનેશ યાદવ ઉ.વ.૪૨ રહેવાસી ૧૫૦ ફુટ રીંગ રોડ, નાયરાના પંપની પાછળ,રેલનગર એરીયા, માતળ એસ્ટીલા હાઇરાઝ બિલ્ડીંગની સામે આવેલ ભંગારના ડેલામાં રાજકોટ મુળ વતન ગામ બલવાહા બિહારને ઇંગ્લીશ દારૂની ઓલ સીઝન્સ ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કીની ૧૮૦ એમ.એલ. ની પ્લાસ્ટીકની શીલપેક કુલ બોટલ નંગ- નંગ-૪૮૪૮ કિ. રૂા. ૧૬,૨૮,૯૨૮/- તથા ઓટો રિક્ષા નંબર જી.જે.૦૩.બી.એકસ.૦૭૮૭ કિ.રૂા.૫૦,૦૦૦/- અને મોબાઇલ ફોન નંગ-૦૩ કિ.રૂા. ૧૫,૦૦૦/- મળી કુલ ૧૬,૯૩,૯૨૮.ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. પકડાયેલ બંનેએ આ દારૂનો જથ્થો અશોક મારવાડી પાસેથી લીધાની કબુલાત આપતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.
આ કાર્યવાહી પી.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોંડલીયા, એમ.જે.હુણ, પોલીસ સબ ઇન્સ્પેકટર પી.બી.ત્રાજીયા, આર.કે.જાડેજા, એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ, પો.હેડ.કોન્સ. કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, ફુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, રાહુલગીરી ગૌસ્વામી, પો.કોન્સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, હિરેન્દ્રસિંહ પરમાર તથા વિશાલ દવે સહિતના સ્ટાફે કરી હતી.
(3:00 PM IST)










