તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th March 2026
શાપર-વેરાવળમાં ૧.૯૮ લાખના ગાંજા સાથે મહિલા સહિત બે પકડાયાઃ રૂરલ નો દરોડો
લોધીકાના રાવકી ઇન્ડસ્ટ્રીઝ એરીયામાંથી ૪૪ હજારના ગાંજા સાથે શાહરૂખ પકડાયો

તસ્વીરમાં શાપર-વેરાવળમાં ગાંજા સાથે પકડાયેલ શખ્સ અને બીજી તસ્વીરમાં રાવકીમાં ગાંજા સાથે પકડાયેલ શખ્સ (નીચે બેઠેલ) સાથે પોલીસ સ્ટાફ નજરે પડે છે.
રાજકોટ તા. ૧૩: રૂરલ એસઓજીએ શાપર-વેરાવળમાં દરોડો પાડી ૧.૯૮ લાખના ગાંજાના જથ્થા સાથે મહિલા સહિત બે ને તેમજ લોધીકાના રાવકી ઇન્ડસ્ટ્રીઝ એરીયામાંથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.
પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાનું વેચાણ કરતા ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ હોય. જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેકટર એફ. એ. પારગીના માર્ગદર્શન તથા સુચના મુજબ પોલીસ .સબ ઇન્સપેકટર જી. જે. ઝાલા તથા સ્ટાફ શાપર-વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગીરાહે હકિકત મળેલ કે, જયોતીબેન ગૌસ્વામી તેના ભાડાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે નાર્કોટીકસ માદક પદાર્થનો જથ્થો વેચાણ અર્થે રાખેલ છે. જે હકીકત આધારે રેઇડ કરતા મહિલા ઇસમના કબ્જા ભોગવટાના ભાડાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય ગાંજાના ઘટકોવાળો માદક પદાર્થનો જથ્થો કુલ વજન ૩ કિલો ૯૭ર ગ્રામ જેની કિં. રૂ. ૧,૯૮,૬૦૦/-નો તથા મોબાઇલ ફોન નંગ-ર કિ. રૂ. ૩પ,૦૦૦/- મળી કુલ રૂ. ર,૩૩,૬૦૦/- ના મુદામાલ સાથે આરોપી (૧) જયોતિબેન ડો/ઓ. વસંતભાઇ પાંડુભાઇ ગૌસ્વામી, વા/ઓ બુધેશ ઉર્ફે રાધેભાઇ કાળુભાઇ ઠાકોર, ઉ.વ. રઠ ધંધો-મજુરી, રહે. શાપર વેરાવળ, સર્વોદય સોસાયટી ભરતભાઇ પુંજાભાઇ મકવાણાના ભાડાના રહેણાંક મકાને તા. કોટડા સાંગાણી, મૂળ રહે. અમરેલી, ગુજકો મીલના કવાર્ટરમાં, સાવરકુંડલા રોડ, તા. જી. અમરેલી તથા તેના સાગ્રીત (ર) મહેન્દ્ર ભોલાભાઇ બારૈયા ઉ.વ. ર૭ ધંધો હિરા ઘ.સવાનો રહે. સાવરકુંડલા આકાશીપરા, જી. અમરેલીની ધરપકડ કરાઇ હતી. પકડાયેલ મહિલાએ આ ગાંજાનો જથ્થો સુરતથી લાવી છુટકમાં વેંચાણ કરતા હોવાની કબુલાત આપી હતી.
તેમજ એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર એફ.એ.પારગી તથા પો.સબ. ઇન્સ. પી.બી. મિશ્રા, એસ.ઓ.જી. સ્ટાફ સાથે લોધિકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન મળેલ હકિકત આધારે રાવકી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલ સરદાર ચોકથી સાહિલ પ્લાયવુડ કારખાના તરફ જતા જાહેર રસ્તા પરથી એક ઇસમ શાહરૂખખાન મીઠ્ઠનખાન ઉ.વ. ર૪ ધંધો મજુરી રહે. હાલ રાવકી, સરદાર ચોક પાસે આવેલ જસ્મીનભાઇ મનસુખભાઇ દોંગાની વૈભવ સ્ટીલ નામના કારખાનાની ઓરડીમાં મુળ બરકા થાના-ખેર પોસ્ટ ઉદયપુર જિલ્લો અલીગઢ, રાજય ઉત્તર પ્રદેશ વાળાઓના કબ્જામાંથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૯૦૬ ગ્રામ કિ. ૪૦,૩૦૦ અને એક મોબાઇલ મળી ૪ર,૩૦૦ ના મુદામાલ સાથે ધરપકડ કરાઇ હતી. તેમજ બસીમખાનને હાલ શાપર નું નામ ખુલતા તેની શોખધોળ હાથ ધરાઇ છે.
આ કાર્યવાહીમાં રૂરલ એસ. ઓ. જી. શાખાના પો. ઇ. એફ. એ. પારગી તથા શાપર વેરાવળ પો. સ્ટે.ના પો. ઇ. આર. બી. રાણા, એસ. ઓ. જી. શાખાના પો. સ. ઇ. જી.જ.ે ઝાલા, એ. એસ. આઇ. ફિરોઝભાઇ બ્લોચ, પો. હે. કો. વિજયભાઇ વેગડ, ચંદુભાઇ પલાળીયા, પો. કો. રણજીતભાઇ ધાધલ, રઘુભાઇ ત્રકટા, વિપુલભાઇ ગોહીલ, શાપર વેરાવળ પો. સ્ટે.ના મહિલા લોકરક્ષક નિમુબેન મેતા, ડ્રા. પો. કો. ઘનશ્યામસિંહ જાડેજા તેમજ લોધીકાના દરોડામાં રૂરલ એસઓજીના એ.એસ.આઇ. વિપુલભાઇ ગુજરાતી, રૂપક બહાદુર હસ્તબહાદુર, પો. હે. કો. નૈમીષભાઇ મહેતા (બાતમી), મયુરભાઇ વિરડા, ક્રિપાલસિંહ જાડેજા, પો. કો. વિજયગીરી ગોસ્વામી, પૃથ્વીરાજસિંહ ડોડીયા, ડ્રા. પો. કો. નરશીભાઇ બાવળીયા સહિતના જોડાયા હતાં.
(11:37 AM IST)










