<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

મા ઉમિયા રથયાત્રાઃ રાજકોટના પાટીદાર પરિવારોને જ્ઞાતિ સમૂહ ભોજનનું આમંત્રણ

ગોકુલધામ, ઉમિયાચોક, ૧૫૦ ફુટ રીંગ રોડ તથા કાલાવડ રોડ ડેકોરા હિલ્‍સ ના વિસ્‍તારોમાં ઉમારથનું પરિભ્રમણ : પાટીદાર ઉપરાંત અન્‍ય સમાજ દ્વારા પણ મા ઉમારથને ઉત્‍સાહભેર વધાવાયોઃ ઉમિયાધામના બી.એચ.ધોડાસરા, શિવલાલભાઈ આદ્રોજા સહીતના આગેવાનો દ્વારા રથયાત્રાનું સ્‍વાગત

રાજકોટ તા.૧૩ રાજકોટની ભાગોળે ઇશ્વરીયા ખાતે ઉમિયા માતાજી મંદિર ટ્રસ્‍ટ સિદસર દ્રારા નિર્માણાધીન શૈક્ષણિક પ્રોજેકટ સ્‍થળ પર આગામી તારીખ ૨૧ થી ૨પ માર્ચે યોજાનારા ત્રીવેણી સમારોહમાં ૨પ કુંડી મહાયજ્ઞ, ભૂમી પૂજન, દાતાસન્‍માન, તથા ઉમિયા પરિવાર જ્ઞાતી સમૂહ ભોજનના કાર્યક્રમનું રાજકોટ શહેરમાં વસતા અંદાજે ૩૦,૦૦૦ પાટીદાર પરિવારોને પધારવા નિમંત્રણ આપવા કુળદેવી મા ઉમિયાનો રથનું ૬ દિવસ સુધી રાજકોટ શહેરના વિવિધ વિસ્‍તારોમાં પરિભ્રમણ થયુ હતુ. સમગ્ર રાજકોટ શહેરના વિવિધ વિસ્‍તારોમાં પાટીદાર પરિવારો એ મા ઉમાના ભવ્‍ય દિવ્‍ય રથનું ભકિતભાવ અને ઉમળકાભેર આવકારી દર્શનનો લ્‍હાવો લીધો હતો. તા. ૧૧ ના રોજ ૧૫૦ ફુટ રીંગ રોડ પર ગોકુલધામ, ઉમિયાચોક, વાવડી, કાગંશીયાળી તથા કાલાવડ રોડ ના અવધ રોડના વિસ્‍તારોમાં ફર્યો હતો.

ઉમિયા માતાજી મંદિર સિદસર પ્રેરીત ઉમિયા પરિવાર સંગઠન સમિતિ દ્રારા કુળદેવી મા ઉમિયાનો રથ સમગ્ર રાજકોટમાં વોર્ડ વાઇઝ વિવિધ વિસ્‍તારોમાં ૬ દિવસ સુધી પરિભ્રમણ કરી રહ્યો હતો. જેમાં બુધવારે તા. ૧૧ ના રોજ વોર્ડ નંબર ૧૨-એ તથા ૧૩, ૧૨-બી ૧૪ અને ૧૮ ના વિસ્‍તારોમાં ફર્યો હતો.

ગોકુલધામ ઉમિયાચોક માં ઉમા રથનું ભવ્‍ય સ્‍વાગતઃ

પધારો મા ઉમિયા ની થીમ પર રંગોળીઓ

ઉમિયાધામ સિદસર આયોજીત કુળદેવી મા ઉમિયા રથનું પરિભ્રમણ સમગ્ર રાજકોટ શહેરના વિવિધ વિસ્‍તારોમાં થઈ રહયુ છે ત્‍યારે તા ૧૧ ને બુધવારે સવારે ઉમા રથનું ગોકુલધામ થી પ્રસ્‍થાન કરવામાં આવ્‍યુ હતુ. પ્રસ્‍થાન સમયે ગોકુલધામના પ્રમુખ હિમાંશુભાઇ વડાલીયા સહીતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહયા હતા. ઉમિયા ચોક, માર્વેલ હોસ્‍પિટલ, નંદન સોસાયટી, મટુકી રેસ્‍ટોરન્‍ટ ચોક, સત્‍યમ એપાર્ટમેન્‍ટ થઇ ઓજસ ઓરા ચોક ખાતે રથયાત્રા વિરામ થયો હતો. બપોર બાદ ઓજસ ઓરા ચોક થી પ્રસ્‍થાનમાં પૂર્વે મેયર પ્રદીપભાઈ ડવ, કોર્પોરેટર અસિમતાબેન દેલવાડીયા, કિશનભાઇ ટીલવા, કંચનબેન મારડીયા, રશિમીબેન તથા વોર્ડ નં. ૧૨ ભાજપની ટીમ ઉપસ્‍થિત રહી હતી. મા ઉમિયાની રથયાત્રા વાવડી રોડ, ખોડીયાર હોટેલ રોડ, રાધિકા એપાર્ટમેન્‍ટ, સ્‍થાપત્‍ય ગ્રીન, રાજપથ થઇ કલ્‍પવન ચોક ખાતે પૂર્ણાહુતી થઇ ધર્મસભા તથા મહાઆરતી કરવામાં આવી હતી. ઉમિયાધામ સિદસરના મંત્રી જયેશભાઈ પટેલ દ્રારા ધર્મસભામાં સમગ્ર પાટીદાર પરિવારોને સમૂહ ભોજનમાં જોડાવા આહવાન કરવામાં આવ્‍યુ હતુ.

ડેકોરા હિલ્‍સ અવધ રોડ પર રથાયાત્રાનું હાઈરાઈઝ વિસ્‍તારોમાં ઉમળકાભેર સ્‍વાગત

ઉમારથ તા. ૧૨ ને ગુરૂવારે રાજકોટના કાલવાડ રોડ પર ના હાઇરાઇઝ વિસ્‍તારો ડેકોરા હિલ્‍સ, માલાબાર હાઇટસ, ડેકોરા સ્‍કાય હીલ્‍સ, ડેકોરા હાઇલેન્‍ડ, ડેકોરા હીલ્‍સ, ડેકોરા હેબીટેડ, રવિ હેવન, ઔરમઇલેવેટ જેવા રહેણાંક વિસ્‍તારોમાં ઉદ્યોગપતિઓ શિવાલાલભાઈ આદ્રોજા, બાબુભાઈ ઘોડાસરા, દિલીપભાઈ ઘરસંડીયા, ચંદુભાઈ ખાનપરા, ચિમનભાઈ શાપરીયા, રમેશભાઇ રાણીપા, અશ્વિનભાઈ આદ્રોજા સહીતના અગ્રણીઓએ રથનું ભવ્‍ય સ્‍વાગત કર્યુ હતેં માતાજીના દર્શનનો લ્‍હાવો લીધો હતો. મા ઉમિયા પધારો જેવી થીમ પર રંગોળી સુશોભન કરી, મા નું સામૈયુ કર્યુ હતુ.

ઉમિયાધામ ના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી, ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયા, ચિમનભાઈ શાપરીયા, મંત્રી જયેશભાઈ પટેલ ના જણાવ્‍યા મુજબ રાજકોટ શહેરમાં વસતા ૩૦,૦૦૦ પરિવારોને આ કાર્યક્રમમાં સામેલ થવાનું નિમંત્રણ મળી રહે તે હેતુસર સમગ્ર રાજકોટમાં તા. ૬ થી ૧૧ માર્ચ સુધી વોર્ડવાઈઝ મા ઉમારથનું પરિભ્રમણ પૂર્ણ થઇ ચૂકયુ છે.

રથયાત્રાને સફળ બનાવવા માટે ઉમિયા પરિવાર સંગઠન સમિતિ રાજકોટ શહેરના પ્રમુખ દિનેશભાઈ ચાપાણી, મહામંત્રી મનીષભાઈ કાલરીયા, હરીભાઈ કલોલા, ગૌતમ કાલરીયા, મહિલા સંગઠન પ્રમુખ ડો.મિતાબેન પટેલ, ઉપપ્રમુખ ભાવનાબેન માકડીયા, વર્ષાબેન માકડીયા, આરતીબેન રંઝોડીયા, સહમંત્રી કિર્તીબેન માકડીયા, ઉષાબેન સુતરીયા, નીતાબેન ધોડાસરા, યુવા સંગઠન પ્રમુખ સંદિપ કાલરીયા, પ્રભારી કનક મેંદપરા, વોર્ડ નં. ૧૨ ના મહેન્‍દ્રભાઇ હદવાણી, નિતીન મેદપરા, હિતેશ કનેરીયા, હિતેન્‍દ્ર ચનીયારા સહીતની ટીમ સમગ્ર રથયાત્રાનું સુચારુ ઢબે વ્‍યવસ્‍થા કરવા જહેમત ઉઠાવી રહયા છે. તેમ ઉમિયાધામ સિદસરના પ્રેસ મીડીયા સમિતિના કન્‍વીનર રજની ગોલની યાદીમાં જણાવાયુ છે.

(11:03 AM IST)