<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

‘રંગોનો ઉત્‍સવ' : શ્‍યામાપ્રસાદ ગેલેરીમાં કાલથી ત્રણ દિવસ ચિત્ર પ્રદર્શન : ડો. રવીદર્શનજીની આત્‍મકથા કેનવાસ પર જોવા મળશે

રાજકોટ : શ્રી ભુવનેશ્વરી પીઠ ગોંડલના ડો. રવિદર્શનજી દ્વારા આગામી તા.૧૩, ૧૪ અને ૧૫ માર્ચના ડો. શ્‍યામપ્રસાદ આર્ટગેલેરી રેસકોર્સ રાજકોટ ખાતે એક્‍ઝીબીશન થવા જઈ રહ્યું છે. જેમાં ૪૧ જેટલા ચિત્રો મુકવામાં આવશે. રાજકોટની કલાપ્રેમી જનતાને બપોરે ૩ થી સાંજે ૮ દરમિયાન આ એક્‍ઝીબીશન નિહાળવા અનુરોધ કરાયો છે. ઉલ્લેખનીય છે કે તેમની કલાયાત્રા નાનપણથી શરૂ થઇ અને હોમીયોપેથીક મેડીકલના અભ્‍યાસ બાદ પણએ ચાલુ રહી.તેમના અનેક એકઝીબીશનો થઇ ચુકયા છે. તાજેતરમાં લલિત કલા એકેડમી, ગુજરાત સરકારના ઉપક્રમે તેમનું પુસ્‍તક ‘જર્ની ઓફ લાઈફ ઓન કેનવાસ'નું વિમોચન થયુ. આ ચિત્રો એમના ‘રંગોનો ઉત્‍સવ' સમાન છે. તેમના નાનપણથી સમગ્ર જીવન દરમ્‍યાન ‘મારા સંસ્‍મરણો'ના સંગ્રહમાંથી સર્જનાત્‍મક કલા કળતિઓ બનાવવામાં આવી છે. આ ચિત્રો બનાવવા માટેના ઇન્‍સ્‍પીરેસન અનેક છે. તેમની મનગમતી ફિલ્‍મોના દ્રશ્‍યો, સંગીત, તેમની યાત્રાઓ દરમ્‍યાન પ્રેરિત સુંદર સ્‍થળો, રાજમહેલની કામગીરી તથા તેની અંદરના ભવ્‍ય ઈંન્‍ટીર્યર, ઉત્‍કળષ્ટ કલાકારી ધરાવતા અલંકારો, ભિન્ન ભિન્ન ભારત તથા વિદેશી સંસ્‍કળતિઓ, જગ વિખ્‍યાત સંગ્રહાલયોમાંથી પ્રેરિત કલાકળતિઓ, અંગત સંગ્રહ કરેલી અને પારિવારિક પોશાકો વગેરે અનેક વસ્‍તુઓ લેવામાં આવી છે. 

(3:38 PM IST)