તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th March 2026
કાલે રાજકોટ જીલ્લામાં ગરમીનું યેલો એલર્ટ
લોકોને સાવચેત રહેવા ખાસ અપીલ

રાજકોટ તા. ૧૨ માર્ચ - ભારત મોસમ વિજ્ઞાન વિભાગ અંતર્ગત મોસમ વિજ્ઞાન કેન્દ્ર, અમદાવાદ દ્વારા હીટ વેવ (ઉષ્ણ લહેર) અંગે આગાહી કરવામાં આવી છે. જે મુજબ રાજકોટ જિલ્લામાં આગામી તા. ૧૩ માર્ચના રોજ યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે રાજકોટ જિલ્લાના છુટ્ટાછવાયા વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધવાની અને લૂ પ્રવર્તે તેવી શકયતા છે. આથી, જિલ્લાના નાગરિકોને ગરમીની આ સ્થિતિ અંગે સાવચેત રહેવા અને જરૂરી નોંધ લેવા માટે મોસમ કેન્દ્ર દ્વારા જણાવાયું છે.
(3:55 PM IST)










