તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th March 2026
હરિવંદના કોલેજ દ્વારા વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ માટે યોજાયો AI વિષયક ઇન્ટર કોલેજ વર્કશોપ

રાજકોટઃ રાજકોટ સ્થિત હરિવંદના કોલેજ દ્વારા રાજકોટના નવા રિંગ રોડ પર આવેલ ડિલાઈટ પાર્ટી પ્લોટ ખાતે સવારે ૮ થી બપોરે ૨ દરમિયાન AI કેવી રીતે તમારો વ્યક્તિગત મેન્ટર બની શકે? વિષય પર વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. આ વર્કશોપમાં પ્રવક્તા ડો. વૈભવ ગાંધી દ્વારા વિદ્યાર્થીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આધુનિક ઉપયોગો, અભ્યાસમાં તેનો ઉપયોગ અને કારકિર્દી નિર્માણમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમમાં ૧૮ વિવિધ કોલેજોના ૨૨૫થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વર્કશોપ દરમિયાન વિદ્યાર્થીઓને AI દ્વારા વધુ સ્માર્ટ રીતે શીખવા, ઝડપી વિચારવાની ક્ષમતા વિકસાવવા અને પોતાના ભવિષ્યને મજબૂત બનાવવા માટે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. ઉત્પલ જોશી, હરિવંદના કોલેજના ચેરમેન ડો. મહેશભાઈ ચૌહાણ, હરિવંદના કોલેજના કેમ્પસ ડિરેક્ટર ડો. સર્વેશ્વરભાઈ ચૌહાણ, સ્ફિયરરેઝ ટેકનોલેબના ડિરેક્ટર તથા સહસ્થાપક શ્રી અનુપ જોશી તથા કયૂટોન્ઝ ઇન્ફોસોફ્ટના સ્થાપક પિયુષ કાસુન્દ્રા હાજર રહ્યા કાર્યક્રમમાં IT ક્ષેત્રના પ્રોફેશનલ્સ તથા શૈક્ષણિક ક્ષેત્રના નિષ્ણાતો પણ હાજર રહ્યા હતા, જેના કારણે ચર્ચા અને માર્ગદર્શન વધુ સમળદ્ધ બન્યું. સમગ્ર કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો અને વિદ્યાર્થીઓએ આધુનિક ટેકનોલોજી વિશે નવી દિશા અને પ્રેરણા મેળવી.

(3:35 PM IST)










