<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

મનપાના વહીવટદાર રેમ્‍યા મોહનઃ અધિકારીઓ સાથે બેઠક યોજીઃ વિવિધ માહિતીઓ મેળવી

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટાયેલી પાંખની પાંચ વર્ષની મૂદત ગઈકાલે તા.૧૧ના રોજ પૂર્ણ થતાં, રાજ્‍ય સરકારશ્રી દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે નિયુક્‍ત કરવામાં આવેલ વરિષ્ઠ આઈ.એ.એસ. અધિકારી માનનીય રેમ્‍યા મોહને આજે તા.૧૨ માર્ચના રોજ ચાર્જ સંભાળી લીધો હતો.  વહીવટદાર રેમ્‍યા મોહન મેડમના આગમન સમયે મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ તેઓનું સ્‍વાગત કર્યું હતું. આ અવસરે નાયબ કમિશનર મહેશ જાની, પથિક પટેલ, ચેતન નંદાણી, હર્ષદ પટેલ, સમીર ધડુક, સેક્રેટરી, ધવલ જેસડીયા, પી.એસ. ટુ મેયર નીલેશ કાનાણી, પી.એસ. ટુ ચેરમેન, સ્‍ટેન્‍ડિંગ કમિટી હિમાંશુ મોલિયા, સિટી એન્‍જીનીયરશ્રીઓ, તેમજ અન્‍ય અધિકારીઓ હાજર રયા હતાં. ત્‍યારબાદ વહીવટદાર રેમ્‍યા મોહન મેડમએ અધિકારીશ્રીઓની ઔપચારિક પરિચય વિધિ બાદ મીટીંગમાં વહીવટી પાંખ અને સેક્રેટરી શાખા વચ્‍ચેના કાર્ય સંકલન અંગે જરૂરી માહિતી પ્રાપ્ત કરી હતી.  આ બેઠકમાં નાયબ કમિશનરશ્રીઓ, સેક્રેટરી,  તેમજ સિટી એન્‍જીનીયરઓ અતુલ રાવલ, પરેશ અઢિયા, બી.ડી.જીવાણી, ડીવાય.એસ.પી. આર. બી. ઝાલા, પી.એ. ટુ કમિશનર એન. કે. રામાનુજ, ડેપ્‍યુટી એન્‍જીનીયરઓ સહિતના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતાં.(તસ્‍વીરઃ અભીજીત બગથરીયા)

(3:10 PM IST)