તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th March 2026
યુધ્ધની અસરઃ પામતેલમાં ૩૦ અને કપાસીયા તેલમાં ૧પ રૂા.નો ઉછાળો

રાજકોટ, તા., ૧રઃ ઇરાન અને ઇઝરાયેલ વચ્ચેના યુધ્ધના પગલે ખાદ્યતેલોના ભાવો સળગી રહયા છે. પામતેલમાં વધુ ૩૦ રૂપીયા અને કપાસીયા તેલમાં ૧પ રૂપીયાનો ભાવવધારો થયો છે.
આયાતી તેલોની પડતર ઉંચી રહેતા આજે પણ સ્થાનીક બજારમાં પામતેલમાં ૩૦ રૂપીયાનો ઉછાળો થયો હતો. ગઇકાલે પામોલીન તેલ લુઝના ભાવ ૧૩૪પ રૂપીયા હતા તે વધીને આજે ૧૩૭પ રૂપીયા થયા હતા. પામોલીન ટીનના ભાવ ર૧૮૦ થી ર૧૮પ રૂા. હતા તે વધીને રર૧૦ થી રર૧પ રૂા. થયા છે.
પામતેલની સાથે કપાસીયા તેલમાં પણ ૧પ રૂા.નો ભાવવધારો થયો છે. કપાસીયા તેલ લુઝનો ભાવ ૧૩૬૦ રૂા. હતા તે વધીને ૧૩૭પ રૂા. અને કપાસીયા ટીનના ભાવ ર૩૭પ થી ર૪૦પ રૂા. હતા તે તે વધીને ર૩૯૦ થી ર૪ર૦ રૂા. થયા છે. સીંગતેલના ભાવોમાં બપોર સુધીમાં કોઇ વઘઘટ ન હતી. (૪.૧૦)
(2:49 PM IST)










