<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

ફેસબૂક પર આરોહી અગ્રવાલના નામે ફેસબૂક ફ્રેન્‍ડ બની સાયબર ગઠીયા રૂા. ૩૯.૨૨ લાખ ઉસેડી ગયા

કોઠારીયામાં આદર્શ શીવાલય ખાતે રહેતાં બાંધકામના ધંધાર્થીને ગોલ્‍ડ ટ્રેડીંગમાં નફો આપવાની લાલચ આપી ઠગાઇઃ સાયબર ક્રાઇમ પોલીસે ફેસબૂક આઇડી અને વ્‍હોટ્‍સએપ નંબરને આધારે તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૧૨: ગોલ્‍ડ ટ્રેડિંગમાં ઉંચા વળતરની લાલચ આપી વધુ એક વ્‍યક્‍તિ સાથે લાખોની ઠગાઇ થઇ છે. શહેરમાં રહેતાં બાંધકામ વ્‍યવસાયી સાથે છેતરપિંડીનો કિસ્‍સો પ્રકાશમાં આવ્‍યો છે. કોઠારીયા વિસ્‍તારમાં આદર્શ શિવાલય ખાતે રહેતા ૪૫ વર્ષીય વિજયભાઈ પરષોત્તમભાઈ દોમડીયાએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ તેમની સાથે ૩૯ લાખની ઠગાઇ થઇ છે.

વિજયભાઇએ જણાવ્‍યું છે કે મે ૨૦૨૫ થી ડિસેમ્‍બર ૨૦૨૫ દરમિયાન આરોપીઓએ આરોહી અગ્રવાલ  નામની ફેસબુક આઈડી અને વોટ્‍સએપ નંબર પરથી સંપર્ક કરી ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા. આરોપીઓએ ફરિયાદીને ગોલ્‍ડ ટ્રેડિંગમાં મોટો નફો મેળવવાની લાલચ આપી એક ફેક ટ્રેડિંગ વેબસાઈટ પર રોકાણ કરવા પ્રેર્યા હતા. વિશ્વાસ કેળવવા માટે શરૂઆતમાં નફો થતો હોવાનું દર્શાવી ફરિયાદી પાસે અલગ-અલગ બેંક એકાઉન્‍ટમાં કુલ ૩૯,૨૨,૩૨૩ રૂપિયાનું રોકાણ કરાવ્‍યું હતું.  ત્‍યારબાદ આ રકમ પરત ન આપી ઓનલાઇન ફ્રોડ આચરી આર્થિક નુકસાન પહોંચાડ્‍યું હતું.

આ મામલે સાયબર ક્રાઇમ પોલીસે ભારતીય ન્‍યાય સંહિતાની કલમ  મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એસ. ડી. ગીલવા ચલાવી રહ્યા છે અને ફેસબુક આઈડી ધારક તેમજ સંકળાયેલા બેંક એકાઉન્‍ટ ધારકોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. (

(2:25 PM IST)