તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th March 2026
પતિ સાથે ઝઘડો થતા સગર્ભાએ ઝેર પીધું : મૃત બાળકને જન્મ આપી દમ તોડયો
એક દીકરીએ માતાની છત્રછાયા ગુમાવતાં પરિવાર આઘાતમાં : મોટા મવાની ઘટના

રાજકોટ તા. ૧ર :.. મોટા મવા પાસે આવેલા કોઝી કોર્ટ યાર્ડ પાસે ઝૂંપડામાં રહેતી સગર્ભાએ પાંચ દિવસ પહેલાં પતિ સાથે ઝઘડો થતા ઉંદર મારવાની દવા પી લીધી સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં બે દિવસ પહેલા સગર્ભાએ મૃત બાળકને જન્મ આપ્યા બાદ તેણે ેપણ દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત મચી જવા પામ્યો છે.
આ ઘટનાની વિગત એવી છે કે, મોટા મવા પાસે આવેલા કોઝી કોર્ટ યાર્ડ પાસે ઝૂંપડામાં રહેતી પાયલ અજયભાઇ મંદોરીયા (ઉ.વ.ર૦) એ પ દિવસ પહેલાં પતિ અજય સાથે ઝઘડો થતા ફ્રુટ સલાટમાં ઉંદર મારવાની દવા નાખી ખાઇ લીધુ હતું. આપઘાતનો પ્રયાસ કરનાર પાયલ પોતે સગર્ભા હોવાની તથા ર૯ મહિનાનો ગર્ભ હોવાની જાણ થતા ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
જયાં બે દિવસ પહેલાં પ્રસુતિ થઇ હતી અને પાયલે મૃત બાળકને જન્મ આપ્યો હતો. આપઘાત કરનાર પાયલનાં પતિ અજયભાઇ મજૂરી કામ કરતાં હોવાનું તથા સંતાનમાં એક દીકરી હોવાનું ખુલ્યું છે.
બનાવને પગલે દીકરી મા વિહોણી બનતા પરિવારમાં કલ્પાંત મચી જવા પામ્યો છે. બનાવ અંગે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(2:13 PM IST)










