તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th March 2026
રાજકોટ પૂરવઠાના સતત બીજે દિવસે હોટલો, રેસ્ટોરન્ટ ઉપર દરોડાનો દોરઃ જીલ્લામાં મામલતદારોનું ચેકીંગ : જુઓ વિડિયો
ઘરેલુ ગેસના બાટલાનો કોમર્શીયલ ઉપયોગ સામે ઘોંસઃ બપોર સુધીમાં નીલ રીપોર્ટ

રાજકોટઃ તા.૧ર, અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવને કારણે વૈશ્વિક સ્તરે ઉર્જા સંકટ ઊભું થયું છે. દેશભરમાં ગેસ અને પેટ્રોલની સંભવિત અછતની અફવાઓ અને સ્થિતિ વચ્ચે હાલમાં કોમર્શિયલ સિલિન્ડરના સપ્લાયમાં વિક્ષેપ પડતા હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. આ સ્થિતિનો ગેરફાયદો ઉઠાવી અનેક વેપારીઓ કોમર્શિયલને બદલે સસ્તા ઘરેલુ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરી રહ્યા હોવાની આશંકા વચ્ચે રાજકોટ પુરવઠા વિભાગ હરકતમાં આવ્યું છે.
આજ સતત બીજા દિવસે રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શન હેઠળ પુરવઠા નિરીક્ષકની ટીમો દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં વિવિધ હોટલો અને ફાસ્ટ ફૂડ સ્ટોલ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જો કે બપોર સુધીમાં નિલ રીપોર્ટ આવ્યો છે.
પુરવઠા વિભાગ દ્વારા માત્ર શહેરના મુખ્ય માર્ગો જ નહીં, પરંતુ આહીર ચોક સહિતના અન્ય વિસ્તારો અને જિલ્લાના તમામ તાલુકા મથકોએ પણ તપાસ તેજ કરવામાં આવી છે. હોટલ અને રેસ્ટોરન્ટમાં કોમર્શિયલ સિલિન્ડરના બદલે દ્યરેલુ ગેસ વાપરતા એકમો પર સતત નજર રાખવામાં આવી રહી છે. જીલ્લાના દરેક મામલતદારો ને ચેકીંગ કરી સાંજ સુધીમાં રીપોર્ટ આપવા આદેશો કરાયા છે.
(2:49 PM IST)










