News of Thursday, 12th March 2026
મેટોડા જીઆઇડીસીમાં પિસ્તોલ જેવુ લાઇટર રાખી રીલ બનાવનાર છાત્રની ધરપકડ
સોશ્યલ મિડીયામાં ફેમસ થવા ‘રીલ' બનાવી પણ લોકઅપ જોવી પડી! : સોશ્યલ મીડીયામાં ફેમસ થવા રીલ મુકયાની પકડાયેલ પાર્થની કબુલાત

રાજકોટ તા.૧૨: મેટોડા જીઆઇડીસી પોલીસે પિસ્તોલ જેવુ લાઇટર રાખી રીલ બનાવનાર છાત્રની ધરપકડ કરી હતી.
પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર રાજકોટએ સોશીયલ મીડીયા પર હથીયાર સાથેના ફોટો/વિડીયો અપલોડ કરનાર ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જેના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા ગોંડલ વિભાગના માર્ગદર્શન હેઠળ મેટોડા જીઆઇડીસીના પો.ઇન્સ એસ.એચ.શર્મા ના માર્ગદર્શન હેઠળ મેટોડા જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોશીયલ મીડીયામાં એક યુવકે પિસ્તોલ જેવા દેખાતા હથીયાર સાથે રીલ બનાવી ઈન્સસ્ટાગ્રામ પર અપલોડ કરેલ હોય પો.સબ.ઇન્સ એન.બી.ઝાલા તથા સ્ટાફે ઈન્સ્ટાગ્રામ પર આવા હથીયાર સાથેના ફોટા વાળી પોસ્ટ અપલોડ કરનાર ઈસમની ટેક્રીકલ સોર્સથી ઓળખ કરી, પાથે રણજીતભાઇ વાગડીયા, ઉ.વ.૨૦, ધંધો-અભ્યાસ, રહે-ખીરસરા જુના ગામમાં તા.લોધીકા જી.રાજકોટ વાળાની અટકાયત કરી, સદર પોસ્ટ અંગે પુછપરછ કરતા જણાવેલ કે, વાયરલ પોસ્ટમાં દેખાતુ હથીયાર એક સામાન્ય લાઈટર છે સોશીયલ મીડીયામાં પોતે ફેમસ થવા આવી પોસ્ટ મુકી હોવાનું કહેતા તેના વિરૂધ્ધ જાહેર સુલેહ શાંતીનો ભંગ કરવા બદલ તથા લોકોમાં ભયનો માહોલ ઉભો કરવા અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ કાર્યવાહી મેટોડા જી.આઇ.ડી.સી પો.સ્ટેનાપો.હેડ.કોન્સ યોગીરાજસિંહ અજયસિંહ જાડેજા,પો.કોન્સ રવુભાઇ ટપુભાઇ ગીડા, રાજદિપસિંહ શુભરાજસિંહ ગોહિલ, નીતીનભાઈ ધીરજભાઇ મકવાણા તથા શકિતસિંહ પ્રહલાદસિંહ જાડેજા સહિતના સ્ટાફે કરી હતી
(11:57 AM IST)










