તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Thursday, 12th March 2026
ઉનાળો જામી ગયો છે, જિલ્લા પંચાયતની શાળાઓનો સમય સવારનો કરવો જરૂરી
૮૪૬ શાળાઓના ૧.૧૦ લાખ જેટલા વિદ્યાર્થીઓને સ્પર્શતો નિર્ણય થશે : ઉપપ્રમુખ રાજુ ડાંગરની રજુઆતને શિક્ષણાધિકારીનો સાનુકુળ પ્રતિભાવ

રાજકોટ, તા., ૧૨ : જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી રાજુ ડાંગરે ઉનાળાના અતિ તાપને અનુલક્ષીને પંચાયતની ગ્રામીણ ક્ષેત્રની પ્રાથમિક શાળાઓનો સમય સવારનો કરવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી દીક્ષિત પટેલને રજૂઆત કરતા તેમણે સાનુકૂળ પ્રતિસાદ આપ્યો છે ટૂંક સમયમાં બપોરની પાળીની શાળાઓનો સમય સવારનો થઈ જાય તેવી પ્રબળ શકયતા છે સરકારી તંત્ર દ્વારા ભૂતકાળમાં પણ ઉનાળામાં આવા નિર્ણયો લેવાયા હતા
રાજુ ડાંગરે રજૂઆત કરેલ કે આ વખતે કાળઝાળ ઉનાળાની શરૂઆત વહેલી થઈ ગઈ છે. પ્રાથમિક શાળાઓના ભુલકાઓ માટે બપોરના સમયે અભ્યાસ કરવો અત્યંત મુશ્કેલ બને તેમ છે. જે શાળાઓમાં બપોરની પાળી છે તે શાળાઓમાં સવારનો સમય કરવો જરૂરી છે. આવો નિર્ણય થાય છે બાળકોના આરોગ્યની દ્રષ્ટિએ હિતકારી રહેશે
અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયત હસ્તક ગ્રામ્ય વિસ્તારોમાં ૮૪૬ શાળાઓ છે. જેમાં ૧.૨૫ લાખ જેટલા વિદ્યાર્થીઓ છે તે પૈકી બપોરની પાળીવાળા વિદ્યાર્થીઓની સંખ્યા ૧.૧૦ લાખ જેટલી છે તેમના માટે સવારની પાળી કરવાની વિચારણા શિક્ષણ શાખા એ શરૂ કરી છે બે ચાર દિવસમાં છે આ અંગે પરિપત્ર થઈ જાય તેવી શકયતા છે સવાર બપોર બંને પાળીઓ ચાલતી હોય તેવી શાળાઓની સંખ્યા બહુ ઓછી છે તેથી વર્ગખંડની દ્રષ્ટિએ મુશ્કેલી પડે તેમ નથી. હાલ જયાં શાળાઓ બપોરના સમયે કાર્યરત હોય છે તે સમય સવારનો કરી દેવામાં આવશે.
(11:38 AM IST)










