<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

મોટા મવામાં ઝૂંપડામાં રહેતી સગર્ભાએ ઝેર પીધું મૃત બાળકને જન્‍મ આપી તેણે પણ દમ તોડયો

બે વર્ષની દીકરીએ માતાની છત્રછાયા ગુમાવતાં પરિવાર આઘાતમાં

રાજકોટ તા. ૧ર :.. મોટા મવા પાસે આવેલા ક્રોઝી કોર્ટ યાર્ડ પાસે ઝૂંપડામાં રહેતી સગર્ભાએ પાંચ દિવસ પહેલાં ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડવામાં આવ્‍યા હતા.

બે દિવસ પહેલા સગર્ભાએ મૃત બાળકને જન્‍મ આપ્‍યા બાદ આજે સગર્ભાએ પણ દમ તોડી દેતા પરિવારમાં કલ્‍પાંત મચી જવા પામ્‍યો છે.

આ ઘટનાની વિગત એવી છે કે, મોટા મવા પાસે આવેલા ક્રોઝી કોર્ટ યાર્ડ પાસે  ઝૂંપડામાં રહેતી પાયલ અજયભાઇ મંદોરીયા (ઉ.વ.ર૦) એ પ દિવસ પહેલાં ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર પાયલ પોતે સગર્ભા હોવાથી તેમને સારવાર અર્થે તુરંત જ ઝનાના હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતાં.

જયાં બે દિવસ પહેલાં પ્રસુતિ થઇ હતી અને પાયલે મૃત બાળકને જન્‍મ આપ્‍યો હતો.

આપઘાત કરનાર પાયલનાં પતિ અજયભાઇ મજૂરી કામ કરતાં હોવાનું તથા સંતાનમાં ર વર્ષની દીકરી હોવાનું ખુલ્‍યું છે.

બનાવને પગલે દીકરી મા વિહોણી બનતા પરિવારમાં કલ્‍પાંત મચી જવા પામ્‍યો છે. આપઘાતનું કારણ જાણવા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

(10:23 AM IST)