<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

શહેરની ટ્રાફીક સમસ્‍યા નિવારવા શું કરી શકાય : શુક્રવારે પ્રબુધ્‍ધોની બેઠક

 

રાજકોટ તા. ૧૧ : ટ્રાફીક સમસ્‍યા શહેરની મોટી સમસ્‍યા બની છે. ત્‍યારે આ બાબતે ચર્ચા વિચારણા કરવા રાજકોટ મેનેજમેન્‍ટ એસોસીએશન અને બોલબાલા ટ્રસ્‍ટના સંયુકત ઉપક્રમે રાજકોટ સીટી પોલીસના સહકારથી તા. ૧૩ ના સાંજે ૪.૩૦ થી ૬ સુધી અરવિંદભાઇ મણિયાર હોલ, જયુબેલી બાગ ખાતે એક બેઠકનું આયોજન કરાયુ છે.

જેમાં પ્રબુધ્‍ધજનો, મહિલા અગ્રણીઓ, સેવા સંસ્‍થાઓ, ઉદ્યોગ મંડળો અને શૈક્ષણિક સંસ્‍થાઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો સૌકોઇને ભાગ લેવા જાહેર અનુરોધ કરાયો છે. પ્રાથમિક કક્ષાએ યોજાયેલ આ બેઠકમાં સૌકોઇના સુચનો માર્ગદર્શન ધ્‍યાને લેવાશે. બેઠકને રામકૃષ્‍ણ આશ્રમના સ્‍વામી વિજયેશાનંદ, નિવૃત રોડ સેફટી અધિક્ષક જે. વી. શાહ, હર્ષલભાઇ માંકડ, આર. જે. પાયલ રાઠોડ ઉપસ્‍થિત રહી ઉદ્દબોધન કરશે. બેઠકમાં ભાગ લેવા ફ્રી રજીસ્‍ટ્રેશન માટે વોટસએપ નંબર ૬૩૫૯૯ ૧૦૧૦૧ ઉપર RAM લખીને મેસેજ કરવા જણાવાયુ છે.

(3:45 PM IST)