<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

પેટ્રોલપંપ ડીલરો-ગેસ એજન્‍સીને નાણા એડવાન્‍સમાં ભરપાઇ થાય તે જોવા આદેશોઃ ઓઇલ કંપનીઓને મોનીટરીંગની સૂચના

પેટ્રોલ-ડીઝલ-ઘરેલુ ગેસનો પૂરતો જથ્‍થો છે : લોકોને પેનીક ન થવા-અફવામાં ન આવવા અપીલ : DSO દ્વારા તમામ ઓઇલ કંપનીઓ-ગેસ એજન્‍સીઓ સામે બેઠક યોજાઇ

 

રાજકોટ, તા. ૧૧: હાલની પરીસ્‍થિતિને ધ્‍યાનમાં રાખતા આજરોજ જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી ખાતે તમામ ઓઈલ માર્કેટીંગ કંપનીઓ તથા પેટ્રોલપંપ એસોસિએશન તથા ગેસ એજન્‍સી એસોસિએશન સાથે બેઠક રાખવામાં આવેલ. આજની બેઠકનો મુખ્‍ય આશય ખાસ કરીને પેટ્રોલ/ડીઝલ તથા ઘરેલું ગેસ વિતરણ વ્‍યવસ્‍થા વ્‍યવસ્‍થિત રીતે સુચારૂ જળવાઈ રહે એ માટે હતો. હાલ પેટ્રોલ/ડીઝલ તથા ઘરેલું ગેસનો પુરવઠો પૂરતા પ્રમાણમાં ઉપલબ્‍ધ હોય મળી રહે છે. વિતરણ વ્‍યવસ્‍થામાં કોઈ પ્રશ્ન ન ઉદ્વવેએ માટે પેટ્રોલપંપ ડીલરો તથા ગેસ એજન્‍સીના ડીલરો દ્વારા સમયસર તેમના ઇન્‍ડેન્‍ટ/નાણા એડવાન્‍સમાં ભરપાઈ થઇ જાય એ માટે તેઓને સૂચનાઓ આપવામાં આવી છે. તેમ DSO શ્રી ઝાપડાએ જણાવ્‍યું છે. તથા માર્કેટીંગ કંપનીઓ દ્વારા પણ આ બાબતનું રેગ્‍યુલર મોનીટરીંગ કરવા સુચના આપવામાં આવી.

આ ઉપરાંત ઘરેલું ગેસના બાટલાઓ અંગે કોઈ પ્રશ્ન ન ઉદ્વવે એ માટે ટીમો દ્વારા તપાસણી કરવામાં આવશે. વધુમાં હાલ પેટ્રોલ/ડીઝલ/ઘરેલું ગેસના જથ્‍થાનો કોઈ પ્રશ્ન ન હોય લોકોએ પણ પેનિક ન થવા તથા અફવાઓમાં ન આવવા અપીલ કરવામાં આવી. આજની બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, IOCL, HPCL, BPCL, NAYARA, RELIANCE (JIO BP),  SHELL કંપનીના અધિકારીઓ તથા પેટ્રોલપંપ એસોસિએશનના પ્રમુખ તથા ગેસ એજન્‍સી એસોસિએશનના પ્રમુખ તથા LPGના ડીસ્‍ટ્રીકટ નોડલ ઓફિસરશ્રી હાજર રહેલ હતા.

(3:04 PM IST)