તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th March 2026
આશા એ ખીલે દિલ કી...નિધિ સ્કૂલ દ્વારા કાલે વાર્ષિકોત્સવ
શાળાના ૩૮૦ વિદ્યાર્થીઓ દ્વારા તલવાર રાસ, દેશ ભક્તિ ગીત, વૃધ્ધ માતા-પિતાનો ડ્રામા, ભરવાડ રાસ વિ. રજૂ કરશે : છાત્રોને એવોર્ડ અપાશે

રાજકોટ : નિધિ સ્કૂલ દ્વારા આવતીકાલે તા.૧૨ ગુરૂવારે બપોરે ૦૨ થી ૦૭ દરમિયાન હેમુ ગઢવી હોલ, ટાગોર રોડ, ખાતે વાર્ષિક મહોત્સવ ‘‘આશાએ ખીલે દિલ કી ''નું આયોજન કરવામાં આવેલ છે.
આ વાર્ષિકોત્સવમાં કે.જી. થી ધો.૮ સુધીના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમોના ૩૮૦ વિદ્યાર્થી ભાઇ -બહેનો દ્વારા રંગમંચ પર સ્કૂલના ઉત્સાહી વિદ્યાર્થીઓ અને ભૂલકાઓ અને ભૂલકાઓ પોતાની સુસુક્ત શક્તિઓને ઉજાગર કરશે, ૨૯ થી પણ વધુ કૃતિઓ જેમ કે દેશભક્તિ ગીત, રાજસ્થાની ફોક ડાન્સ, નારી શક્તિ થીમ ડાન્સ, મહિસાસુર મર્દની ડાન્સ, કોમેડી ડાન્સ, આધ્યાત્મિક જાગૃતિનું ડ્રામા, એજ્યુકેશન થીમ ડાન્સ, દુહા છંદ, તલવાર રાસ, વૃદ્ધ માતા-પિતાનો ડ્રામા, ભરવાડ રાસ રજૂ કરવામાં આવશે.
આ પ્રસંગે વર્ષ ૨૦૨૫/૨૬ દરમ્યાન કે.જી. થી ધોરણ -૮ સુધી શ્રેષ્ઠતમ પર્ફોમન્સ આપેલ વિદ્યાર્થીને બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર એવોર્ડ થી સન્માનિત કરવામાં આવશે. દીપ પ્રાગટય સંસ્થાના ચેરમેન શ્રીમતી સજનબા સિંધુભા ચુડાસમા તેમજ આગેવાનો દ્વારા કરવામાં આવશે.
કાર્યક્રમનું સંચલન પૂર્વા ગોહેલ તેમજ રજીયા રાજપારી કરશે. આ વાર્ષિકોત્સવને સફળ બનાવવા માટે સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી યશપાલસિંહ ચુડાસમા, ટ્રસ્ટી હર્ષદબા ચુડાસમા, પ્રિન્સિપાલ બીના ગોહેલ, જાનકી નકુમ, હર્ષદ રાઠોડ તેમજ સ્કૂલનો સ્ટાફ કાર્યરત રહેલ છે. આ મુલાકાતમાં સ્કૂલના વિદ્યાર્થી મૈયડ કોૈશલ, પરમાર આયુષ, યાદવ સુભમ, માંડવીયા વેદ, બુધ્ધદેવ દિવ્ય જોડાયા હતા. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:51 PM IST)










