તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th March 2026
શારિરીક માનસિક ત્રાસના ગુનામાં ૧ર વર્ષથી ફરાર પ્રકાશ વોરા સુરતથી ઝડપાયો
વિશ્વાસઘાતનાં ગુનામાં મહિલા આરોપી અલ્પાને અમદાવાદથી અને દારૂના ગુનાના આરોપીને ભાવનગર રોડ પરથી દબોચતી પેરોલ ફર્લો સ્કવોડઃ પીઆઇ ભાર્ગવસિંહ ઝણકાટ અને ટીમની કાર્યવાહી

રાજકોટ, તા. ૧૧: મહિલા પોલીસ સ્ટેશન યુનિવર્સિટી પોલીસ સ્ટેશન તથા થાનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓમાં ફરાર આરોપીઓને પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.
પેરોલ ફર્લો સ્કવોડનાં સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર મહિલા પોલીસ સ્ટેશનમાં શારીરિક માનસિક ત્રાસનાં ગુનામાં છેલ્લા ૧ર વર્ષથી ફરાર આરોપી પ્રકાશ પાંચાભાઇ વોરા (ઉ.વ. ૪પ) ને સુરતમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. જયારે થાનગઢ પોલીસ મથકમાં દારૂનાં ગુનાનાં આરોપી રવિ બચુભાઇ ચૌહાણ (ઉ.વ. રપ) ને ભાવનગર રોડ ગંજીવાડાનાકા પાસેથી ઝડપી લઇ થાનગઢ પોલીસને સોપવા કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાત સહિતનાં ગુનાઓમાં દોઢ વર્ષથી ફરાર અલ્પના ઉર્ફે અલ્પા અમિતભાઇ ત્રિવેદી (ઉ.વ.૪૦) અમદવાદ હોવાની બાતમી મળી હતી. જેનાં આધારે અમદાવાદનાં બોપલમાં પાર્થભૂમિ સોસાયટીમાં આવેલા પીજીમાં રહેતી અલ્પાને ઝડપી પાડવામાં આવી હતી.
આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેકટર ભાર્ગવસિંહ એમ. ઝણકાટ, એન.જી. વાઘેલા, પોલીસ સબ ઇન્સ્પેકટર જે.જી. તેરૈયા, એ.પી. રતન, એ.એસ.આઇ. ઝહીરભાઇ ખફીફ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ચૌહાણ, સીરાજભાઇ ચાનીયા, રોહિતભાઇ કછોટ, અંકિતભાઇ નિમાવત, નિલેશભાઇ કે. જાગાણી, ઇલેશભાઇ જી. પરમાર, પોલીસ કોન્સ્ટેબલ અમીતભાઇ ભલુર, કુલદિપસિંહ જાડેજા, શાંતુબેન મુડીયા, શૈલેષભાઇ ગઢવી તથા જગદિશભાઇ રામ, દોલતસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી
(2:15 PM IST)










