<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

સમયસર તપાસથી કિડનીના ગંભીર રોગોથી બચી શકાયઃ ડૉ. જીતેન્‍દ્ર અમલાણી

વિશ્વ કિડની દિવસ નિમિત્તે ૧૨ માર્ચે રાજકોટમાં જાગળતિ કાર્યક્રમ યોજાશે : જ્જ આ વર્ષનો વિશ્વ કિડની દિવસની થીમઃ ‘‘તમારી કિડની સ્‍વસ્‍થ છે? વહેલી તકે તપાસ કરો, કિડનીનું આરોગ્‍ય બચાવો''

રાજકોટઃ સૌરાષ્‍ટ્રના જાણીતા યુરોલોજીસ્‍ટ ડો. જીતેન્‍દ્ર અમલાણી, ડો. જીગેન ગોહેલ, ડો. પ્રતીક અમલાણી, ડો. ધૃતિ કલસરીયા અમલાણી અને શ્રેયાંશ મહેતા અને હસમુખભાઇ જીતીયા સહિતના નજરે પડે છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)

 રાજકોટઃ દર વર્ષે સમગ્ર વિશ્વમાં વિશ્વ કિડની દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્‍ય હેતુ લોકોમાં કિડનીના આરોગ્‍ય અંગે જાગળતિ ફેલાવવાનો અને કિડનીના રોગોની વહેલી તકે ઓળખ તથા સમયસર સારવાર અંગે માહિતી આપવાનો છે.

 આ વર્ષે વિશ્વ કિડની દિવસની થીમ ‘‘તમારી કિડની સ્‍વસ્‍થ છે? વહેલી તકે તપાસ કરો, કિડનીનું આરોગ્‍ય બચાવો'' રાખવામાં આવી છે. આ થીમ દ્વારા લોકોને સંદેશ આપવામાં આવે છે કે સમયસર તપાસ અને યોગ્‍ય સારવાર દ્વારા કિડનીના ઘણા ગંભીર રોગોથી બચી શકાય છે.

 આ પ્રસંગે રાજકોટ ખાતે ગુરુવાર, તા. ૧૨ માર્ચે કિડનીના આરોગ્‍ય અંગે જનજાગળતિ માટે વિશેષ કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમ દરમિયાન કિડનીના રોગોના વધતા પ્રમાણ, તેના મુખ્‍ય કારણો તથા તેમાંથી બચવા માટે જરૂરી જીવનશૈલી અંગે માહિતી આપવામાં આવશે.

 આ કાર્યક્રમમાં સૌરાષ્‍ટ્ર-કચ્‍છના નિષ્‍ણાત યુરોલોજીસ્‍ટ ડૉ. જીતેન્‍દ્ર અમલાણી, ડૉ. જીગેન ગોહેલ, ડૉ. પ્રતીક અમલાણી તથા ડૉ. ધળતિ કલસરિયા અમલાણી દ્વારા લોકોને કિડનીના આરોગ્‍ય અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

 તબીબોના જણાવ્‍યા મુજબ આજકાલ ડાયાબિટીસ અને બ્‍લડ પ્રેશર જેવા રોગોના કારણે કિડનીને નુકસાન થવાની શકયતા વધી રહી છે. ઘણી વખત કિડનીના રોગો શરૂઆતમાં ખાસ લક્ષણો દર્શાવતા નથી, તેથી સમયસર તપાસ કરાવવી અત્‍યંત જરૂરી છે.

 ડૉ. ધળતિ કલસરિયા અમલાણીએ જણાવ્‍યું હતું કે આજકાલ બાળકોમાં જંક ફૂડના વધતા ઉપયોગના કારણે આરોગ્‍ય સંબંધિત સમસ્‍યાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. જંક ફૂડમાં મીઠું, ચરબી અને પ્રિઝર્વેટિવ્‍સનું પ્રમાણ વધુ હોવાથી લાંબા ગાળે કિડની સહિત શરીરના અન્‍ય અંગો પર નકારાત્‍મક અસર પડી શકે છે. તેથી બાળકોને સંતુલિત અને પૌષ્ટિક આહાર આપવો તથા જંક ફૂડથી દૂર રાખવું જરૂરી છે.

 રાજકોટ ખાતે અદ્યતન રોબોટિક સર્જરી સુવિધા ઉપલબ્‍ધ હોવાથી હવે અનેક જટિલ યુરોલોજીકલ સર્જરી વધુ ચોકસાઈ અને સલામતી સાથે કરવામાં આવે છે.  યોગ્‍ય જીવનશૈલી અપનાવીને, નિયમિત આરોગ્‍ય તપાસ કરાવીને અને ડાયાબિટીસ તથા બ્‍લડ પ્રેશર નિયંત્રણમાં રાખીને કિડનીના ગંભીર રોગોથી બચી શકાય છે.

જ્જ કિડનીના રોગોની વહેલી ઓળખ માટે નિયમિત તપાસ અત્‍યંત જરૂરી

જ્જનિષ્‍ણાત તબીબો દ્વારા જનજાગળતિ માટે માર્ગદર્શન આપવામાં આવશે

 કિડનીના આરોગ્‍ય માટે મહત્‍વના ૮ સૂચનો

 ૧. સ્‍વસ્‍થ શરીર વજન જાળવો

 નિયમિત વ્‍યાયામ કરો અને સંતુલિત આહાર અપનાવો.

 ૨. બ્‍લડ પ્રેશર નિયંત્રણમાં રાખો

 ૩. બ્‍લડ શુગર નિયંત્રણમાં રાખો

 ૪. પૂરતું પાણી પીવાની આદત વિકસાવો

 ૫. મીઠું અને તેલવાળો ખોરાક ઓછો લો

 ૬. ધુમ્રપાન અને નશીલા પદાર્થોથી દૂર રહો

 ૭. પેઇનકિલર દવાઓનો અનાવશ્‍યક ઉપયોગ ટાળો

 ૮. જરૂર મુજબ નિયમિત કિડની તપાસ કરાવો

(2:13 PM IST)