<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

વિશ્વ કિડની દિવસ નિમિતે જેડીએફ દ્વારા રવિવારે ટાઈપ-૧ ડાયાબિટીસ ધરાવતા બાળકો માટે જાગૃતિ કાર્યક્રમ

મહંત દેવપ્રસાદ સ્‍વામી અને નરેશભાઈ પટેલના હસ્‍તે થશે ઉદઘાટન : નિષ્‍ણાંત ડોક્‍ટરો ટાઈપ-૧ ડાયાબિટીસમાં કિડનીની સંભાળ અંગે આપશે બહુમૂલ્‍ય માર્ગદર્શન

રાજકોટ : જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્‍ડેશન - રાજકોટ દ્વારા આગામી રવિવાર, ૧૫ માર્ચના રોજ શહેરના શ્રી પ્રમુખ સ્‍વામી ઓડિટોરિયમ ખાતે સવારે ૧૦:૩૦ કલાકે ટાઈપ-૧ ડાયાબિટીસથી પીડાતા બાળકો અને તેમના પરિવાર માટે એક વિશેષ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. ‘વર્લ્‍ડ કિડની-ડે'ના સંદર્ભે યોજાનારા આ કાર્યક્રમનો મુખ્‍ય વિષય ‘જાગળતિથી સશક્‍તિકરણ : ટાઈપ-૧ ડાયાબિટીસમાં કિડનીની સંભાળ' રાખવામાં આવ્‍યો છે. 

આ સમારંભના અધ્‍યક્ષસ્‍થાને જામનગરના શ્રી આણદાબાવા આશ્રમના મહંત પૂજ્‍ય દેવપ્રસાદ સ્‍વામી બાળકોને આશીર્વચન પાઠવશે. કાર્યક્રમનું ઉદઘાટન શ્રી ખોડલધામ ટ્રસ્‍ટના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલના હસ્‍તે કરવામાં આવશે.

આ પ્રસંગે રાજ્‍યના ઉર્જા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદ શ્રી પરષોત્તમભાઈ રૂપાલા, રાજ્‍યસભા સાંસદ શ્રી રામભાઈ મોકરિયા, ધારાસભ્‍ય ડો. દર્શીતા શાહ, અને ધારાસભ્‍ય શ્રી રમેશભાઈ ટીલાળા અતિથિ વિશેષ તરીકે સાથે  જ્‍યોતિ સીએનજીના શ્રી પરાક્રમસિંહ જાડેજા, શ્રી સહદેવસિંહ જાડેજા, સદ્ભાવના વળદ્ધાશ્રમના શ્રી વિજયભાઈ ડોબરીયા, સોનમ કવાર્ટસના શ્રી જયેશભાઈ શાહ, શાપર-વેરાવળ ઇન્‍ડ. એસોસિએશનના પ્રમુખ શ્રી અમળતભાઈ ગઢીયા, ફાલકન પમ્‍પના શ્રી જગદિશભાઈ કોટડીયા, સિદ્ધિ વિનાયક મોટર્સના શ્રી મયુરસિંહ ઝાલા, એન્‍જલ પમ્‍પના શ્રી કિરીટભાઈ આદ્રોજા, એમડી પીજીવીસીએલ શ્રી કેતનભાઈ જોશી, અને હેલ્‍થ એન્‍ડ કેર ફાઉન્‍ડેશનના શ્રી નીપમભાઈ શાહ પણ ઉપસ્‍થિત રહેશે.

કાર્યક્રમમાં શ્રી શ્રેયાંશભાઈ વિરાણી અને શ્રી પંકજભાઈ કોઠારી (ટ્રસ્‍ટી - રાજકોટ મહાજન પાંજરાપોળ), બી.ટી. સવાણી કિડની હોસ્‍પિટલના પ્રમુખ શ્રી નાનુભાઈ મકવાણા અને ટ્રસ્‍ટીઓ સર્વશ્રી જયંતીભાઈ ફળદુ, રમેશભાઈ પટેલ, ડો. વિવેક જોશી, ડો. પ્રદીપ કણસાગરા, પ્રતિકભાઈ ડઢાણીયા ઉપરાંત ઉદ્યોગપતિઓ શ્રી હરેશભાઈ સંઘોઇ, શ્રી સંજયભાઈ ચંડીભમ્‍મર, શ્રી રાજીવભાઈ દોશી, શ્રી અશ્વિનભાઈ કોઠારી, શ્રી નિનાદભાઈ દેસાઈ, શ્રી નીરંજનભાઈ દોશી, શ્રી રાજેશભાઈ કોટક, શ્રી સેતુભાઈ શાહ, શ્રી પીયૂષભાઈ પટેલ, ડો. જીગ્નેશ મેવા, શ્રી કમલેશભાઈ વિરડીયા, શ્રી અમિતભાઈ દવે, શ્રી મુકેશભાઈ બાટવીયા, શ્રી સોહમભાઈ ભાડલાવાળા, શ્રી હાર્દિકભાઈ પારેખ, શ્રી ભાયાભાઈ સાહોલિયા, શ્રી સમીરભાઈ પોટા, શ્રી વિરાટભાઈ શાહ, શ્રી જગદિશભાઈ પદનાની, શ્રી વિનોદભાઈ પટેલ, શ્રી ચંદુભાઈ હુંબલ, શ્રી પ્રવિણભાઇ પરસાણા તેમજ PGVCL ના અધિકારીઓ શ્રી કે.એસ. મલકાણ, શ્રી એ.આર. કટરા, શ્રી કે.બી. શાહ, શ્રી પી.જે. મહેતા, શ્રી બી.ડી. પરમાર અને શ્રી એ.એચ. વાઘેલા ઉપસ્‍થિત રહેશે.

બાળકોની ‘લાઈફ લાઈન' સમાન નિષ્‍ણાંત તબીબો ડો. પંકજ પટેલ, ડો. મહિપાલ ખંડેલકર, ડો. બ્રિજ તૈલી, ડો. નિલેશ દેત્રોજા, ડો. ક્રિષ્‍ના મોરી ટાઈપ-૧ ડાયાબિટીસમાં કિડનીની જાળવણી કેવી રીતે કરવી તે અંગે માર્ગદર્શન આપશે.

સંસ્‍થાના મેનેજીંગ ટ્રસ્‍ટી અપુલ દોશી અને, ટ્રસ્‍ટીગણ રોહિત કાનાબાર, હરિકળષ્‍ણ પંડ્‍યા, અમિત દોશી, મિતેશ ગણાત્રા તેમજ જેનિસ કાંજિયા,અતુલ મહેતા ,પારસ દોશી, સાવન કાનાબાર, ઋષિલ દવે,મિહિર સાકરિયા , રાહુલ રાઠોડ , પાર્થ સચદે, વૈભવ ગાંધી, ગિરીશ વાઘેલા, મૈત્રી દોશી, મનીષા વ્‍યાસ, મીના સચદે, રવિરાજ ઠક્કર વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. 

(3:45 PM IST)