<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

નકલી પોલીસ બની તોડ કરવાના ૭ ગુનામાં સામેલ પોપટપરાના મિહીર કુગશીયાને પાસામાં ધકેલાયો

અગાઉ પણ એક વખત પાસામાં ધકેલાયો હતોઃ પીસીબીએ વોરન્‍ટ બજવણી કરી : ચોરીના ગુનાઓમાં સામેલ જામનગરના અમીન અને મુકેશને પણ પાસામાં ધકેલાયાઃ એ-ડિવીઝન પોલીસે વોરન્‍ટ બજવણી કરી

રાજકોટ તા. ૧૧: નકલી પોલીસ બની લોકોને ડરાવી ધમકાવી તોડ કરવાની ટેવ ધરાવતાં પોપટપરાના શખ્‍સને પાસા તળે જેલમાં ધકેલી દેવાયો છે. તો બીજી તરફ વાહન ચોરીના ગુનાઓમાં સામેલ જામનગરના બે શખ્‍સોને પણ પાસામાં ધકેલી દેવાયા છે. પીસીબી અને એ-ડિવીઝન પોલીસે વોરન્‍ટની બજવણી કરી હતી.

ગુનેગારોને પાસા તળે જેલમાં ધકેલવાની ઝુંબેશ અંતર્ગત પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ વધુ ત્રણને જેલમાં મોકલ્‍યા છે. પોપટપરા શેરી નં. ૫ રામજી મંદિર પાસે રહેતાં મિહીર ભાનુભાઇ કુગશીયા (ઉ.વ.૨૧)ને પાસા તળે જેલમાં ધકેલવાની દરખાસ્‍ત મંજુર થતાં તેને વડોદરા જેલમાં ધકેલાયો છે. મિહીર અગાઉ એ-ડિવીઝન, ભક્‍તિનગર, બી-ડિવીઝન, ગોંડલ સીટી પોલીસમાં અલગ અલગ ૭ ગુનાઓમાં પોલીસ ચોપડે ચડયો હતો. તેણે નકલી પોલીસ બની લોકોને ડરાવી ધમકાવી તોડ કરી લીધાના ગુના હતાં. અગાઉ પણ તે ગયા વર્ષે પાસામાં સુરત જેલમાં ધકેલાયો હતો. વધુ એક વખત તેની સામે આ કાર્યવાહી થઇ છે.

જ્‍યારે બીજી તરફ જામનગર શરૂ સેક્‍શન રોડ પર મોદી સ્‍કૂલ પાસે શ્રધ્‍ધા એપાર્ટમેન્‍ટમાં રહેતાં અમીન અબ્‍દુલભાઇ તેરૈયા (ઉ.વ.૫૫) નામના રિક્ષાચાલક અને જામનગર વસીમ ચોકમાં રહેતાં મુકેશ જસુભાઇ વાળા (ઉ.વ.૬૨) નામના રિક્ષાચાલકને પણ પાસા તળે જેલમાં ધકેલવા વોરન્‍ટ ઇશ્‍યુ થતાં અમીનને સુરત જેલમાં અને મુકેશને વડોદરા જેલમાં ધકેલી દેવાયો છે.

પીસીબી અને એ-ડિવીઝન પોલીસે જેસીપી ચૈતન્‍ય મંડલીક, ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરીની રાહબરીમાં દરખાસ્‍તો તૈયાર કરી હતી. પીસીબી પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. જે. હુણ, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, આર. કે. જાડેજા, રાજુભાઇ દહેકવાલ, ઇન્‍દ્રજીતસિંહ સિસોદીયા અને એ-ડિવીઝનના પીઆઇ બી. વી. બોરીસાગર, પીએસઆઇ એમ. એસ. રાણા, એએસઆઇ  બી. વી. ગોહિલ, એમ. એસ. મકવાણા, હેડકોન્‍સ. પ્રવિણભાઇ સોનારા, કલ્‍પેશભાઇ બોરીચા, સાગરભાઇ માવદીયા, કનુભાઇ બસીયા, મહેશભાઇ ચાવડા, કરણભાઇ વિરસોડીયા, ધર્મેશભાઇ ખાંડેખા, તેજસભાઇ ડેરએ વોરન્‍ટ બજવણી કરી હતી. 

 

(11:26 AM IST)