તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th March 2026
રાજકોટ જિલ્લા પંચાયતમાં ઝાઝા હાથ રળીયામણાઃ પ્રવીણાબેનના કાર્યકાળમાં વિકાસ કામો સોહામણા
૧૬ મીએ ચુંટાયેલા સભ્યોની મુદત પુરી થાય છે : રાા વર્ષની સિધ્ધીઓનું વર્ણન કરતા પંચાયત પ્રમુખ

રાજકોટ, તા., ૧૧: જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવિણાબેન સંજયભાઈ રંગાણીએ જણાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતળત્વમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થાને મજબૂત કરી ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના નવા આયામો સર્જાયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન, ગળહમંત્રી અમિતભાઈ શાહ, રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષ નિતિન નબીનજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા,નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશ અને રાજ્ય ગ્રામીણ વિકાસ અને સમળધ્ધિ નાનવા આયામો સર કરી રહ્યા છે ત્યારે રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન સંજયભાઈ રંગાણીના નેતળત્વમાં છેલ્લા અઢી વર્ષના કાર્યકાળમા કુલ ૧૧ સામાન્યસભાઓ યોજાઇ અને ૩ વખત જિલ્લા પંચાયતનુ બજેટ રજુ કરવા નો અવસર મળ્યો જે અંતર્ગત ગ્રામીણ વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, આરોગ્ય, કળષિ, સ્વચ્છતા અને મહિલા-બાળ કલ્યાણ જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે.
મુખ્ય સિધ્ધીઓની ઝાંખી
ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ કાર્યોઃ જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી લગભગ રૂ.૨૭ કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર, પેવર બ્લોક, ચેકડેમ જેવા કામો; ૧૫મા નાણાપંચ જિલ્લા કક્ષા ગ્રાંટ હેઠળ રૂ.૧૮ કરોડની ગ્રાન્ટ; તમામ ૫૯૫ ગ્રામ પંચાયતોમાં સોલાર રૂફટોપ મંજૂર (૧૬૩ પૂર્ણ); રૂ. ૩૬ કરોડના સ્ટેટ ઓફ ધ આર્ટ જિલ્લા પંચાયત ભવનનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે શિલાન્યાસ; ૧૧૦ નવા પંચાયત ઘર-તલાટી આવાસ મંજૂર જેનું ઈ ખાતમુહૂર્ત તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.રકમ રૂપીયા રૂ.૨૭ કરોડ) માર્ગ-મકાન વિભાગ હેઠળ અનેકવિધ રોડ રસ્તાઓ અને બ્રીજના કામો પુર્ણ કરવામા આવ્યા તથા સિંચાઈ વિભાગ હસ્તક વિવિધ ચેક્ડેમ નિર્માણ,રીપેરીંગ તથા સુજલામ સુફલામ યોજ્ના અંતર્ગત ઉંડા ઉતારવાનુ કામ હાથ ધરવામા આવ્યુ.
આર્થિક અને વહીવટી સુધારાઃ ગ્રામ પંચાયત વેરા વસૂલાતમાં ૧૦ ટકા વધારો, પ્રોત્સાહક રકમ રૂ. ૭૧ લાખથી રૂ. ૧.૭૫ કરોડ; ગ્રામ અસ્મિતા એવોર્ડ હેઠળ ૧૧ સરપંચોને સન્માન; CM ડેશબોર્ડ પર રાજકોટ જિલ્લો પ્રથમ ક્રમે.
કળષિ અને પશુપાલનઃ ૪૬૩૫૧ ખેડૂતોને રૂ.૨૭૨ કરોડની સબસિડી, કુલ ૧.૮૮ લાખ ખેડૂતોને રકમ રુપિયા ૩૭.૬૦ કરોડ PM કિસાન સન્માન નિધિ , ૫૫૮ પશુ મેળાઓમાં ૩,૩૦,૪૬૪ પશુઓની સારવાર; ૩૧૯૫૬ પશુઓને કળત્રિમ બીજદાન,કુલ ૪,૦૧,૩૭૭ પશુઓને રસીકરણ
આરોગ્ય અને સ્વચ્છતાઃ ૪,૧૯,૫૬૨ OPD (આયુર્વેદ), ૨,૨૦,૮૫૫ OPD (હોમિયોપેથી); SNCU અને CMTC કેન્દ્રો કાર્યરત; નિક્ષય પોષણ હેઠળ ૫૬૫૪ TB દર્દીઓને સહાય; PMJAY હેઠળ ૪.૬૨ લાખ લાભાર્થીઓને રૂ.૧૨૦૮ કરોડની નિશુલ્ક સારવાર; ૨૬૪૨ બ્લડ ડોનેશન કેમ્પમાં ૨,૨૮,૮૬૩ બ્લડ બોટલ કલેક્શન
શિક્ષણ અને મહિલા-બાળ કલ્યાણઃ ૧૬૯ આંગણવાડીઓ મંજૂર (રૂ. ૨૦૨.૮૦ કરોડ); પૂર્ણા યોજના હેઠળ ૧૦૫ કિશોરીઓનું શાળા પુનઃપ્રવેશ; ૪૯૭૬ બાળકોનો ધોરણ-૧માં પ્રવેશ; RTE હેઠળ ૪૪૬૬ બાળકો વિનામૂલ્યે પ્રવેશ; કુંવરબાઈનું મામેરું હેઠળ ૧૪૫૯ લાભાર્થીઓને સહાય,ડો.આંબેડકર આવાસ યોજના હેઠળ ૧૪૬૩ લાભાર્થીઓને સહાય,રાજા હરીશચંદ્ર મરણોતર સહાય યોજ્ના હેઠળ ૯૬૮ લાભાર્થીઓને સહાય
અન્ય વિશેષઃ પ્રમુખશ્રીએ સ્વખર્ચે ટ્રેક્ટર-ટ્રોલી ગ્રામ પંચાયતને અર્પણ; RGSA હેઠળ એક્સપોઝર વિઝિટ; સ્વચ્છ ભારત મિશન હેઠળ ૫૦૮ શૌચાલયોનું નિર્માણ.
પ્રમુખ પ્રવીણાબેને કાર્યકાળમાં સહયોગી સૌ પદાધિકારીઓ, સભ્યો, પાર્ટીના અગ્રણીઓ, અધિકારીઓ વગેરે પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી છે.
(11:25 AM IST)










