તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th March 2026
મેટોડા જીઆઇડીસીમાં ગાંજાના જથ્થા સાથે રીક્ષાચાલકને રૂરલ એસઓજીએ ઝડપી લીધો
હાબીલ બ્લોચ સુરતથી ગાંજો લાવી છુટક વેચાણ કરતો'તો : બીજી વખત ખેપ મારી વેચવા જતા પોલીસે ઝડપી લીધો : ર.૬૩ લાખનો મુદ્દામાલ કબ્જે

તસ્વીરમાં પકડાયેલ શખસ (નીચે બેઠેલ) સાથે રૂરલ ઍસઅોજીનો સ્ટાફ નજરે પડે છે. (૯.૧૪)
રાજકોટ, તા. ૧૧: મેટોડા જીઆઇડીસીમાં રૂરલ ઍસઅોજીઍ દરોડો પાડી ગાંજાના જથ્થા સાથે રીક્ષા ચાલકને ઝડપી લીધો હતો. પકડાયેલ રીક્ષાચાલક સુરતથી ગાંજા લાવી છૂટક વેચાણ કરતો હતો અને બીજી વખત ખેપ મારી ગાંજા વેચવા જતા પોલીસે ઝડપી લીધો હતો.
પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર, રાજકોટ ગ્રામ્યેઍ જીલ્લામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાનું વેચાણ કરતા ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને ઍસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેકટર ઍફ.ઍ.પારગી તથા પો.સબ.ઇન્સ. પી.બી.મિશ્રા સ્ટાફ સાથે લોધિકા તાલુકાના મેટોડા જી.આઇ.ડી.સી. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ હકિકત આધારે કાલાવડ થી મેટોડા જી.આઇ.ડી.સી. તરફ જતા જાહેરરસ્તા પરથી હાબીલ હનીફભાઇ બ્લોચ ઉવ.૨૪ ધંધો-રિક્ષા ડ્રાઇવિંગ/શેરડીનો કોલો રહે. મેટોડા જી.આઇ.ડી.સી.ગેઇટ નં.-૨ ની પાછળ, ઓમ હોસ્પીટલની બાજુમાં, સુરેશભાઈના મકાનમાં ભાડેથી તા.લોધીકા મુળ ગામ-ખાંભાગીર, તા.વિસાવદર, જી.જુનાગઢ વાળાઓના કબ્જામાંથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૮૬૧ ગ્રામ જેની કિ.રૂ. ૪૩,૦૫૦/-તથા મોબાઇલ ફોન નંગ-૦૧ જેની કિ.રૂ.૨૦,૦૦૦/- તથા બજાજ કમ્પનીની સી.ઍન.જી.ઓટો રિક્ષા જેના રજી.નં. ઞ્થ્૧૧ શ્શ્ ૩૫૦૫ જેની કિ.રૂ. ૨,૦૦,૦૦૦/- કુલ કી.રૂ. ૨,૬૩,૦૫૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી મેટોડા પો.સ્ટે. ખાતે ઍન.ડી.પી.ઍસ. ઍકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ રીક્ષા ચાલક હાબીલ અગાઉ સુરતથી ગાંજા લાવી વેચી નાંખ્યો હતો. બીજી વખત ખેપ મારી વેચવા જતા પોલીસે ઝડપી લીધો હતો.
આ કાર્યવાહી રૂરલ ઍસ.ઓ.જી. શાખાના પો.ઇન્સ. ઍફ.ઍ.પારગી તથા પો.સબ.ઇન્સ. પી.બી.મિશ્રા, ઍ.ઍસ.આઇ. વિપુલભાઇ ગુજરાતી, રૂપકબહાદુર હસ્તબહાદુર તથા પો.હેડ.કોન્સ. મયુરભાઇ વિરડા (બાતમી), ક્રિપાલસિંહ જાડેજા, નૈમીષભાઇ મહેતા, પો.કોન્સ રણજીતભાઇ ધાંધલ, વિજયગીરી ગોસ્વામી,પૃથ્વીરાજસિંહ જાડેજા, વિપુલભાઇ ગોહેલ, તથા ડ્રા.પો.કોન્સ. નરશીભાઇ બાવળીયા દ્વારા કરવામાં આવેલ છે. (૯.૧૪)
(3:28 PM IST)










