<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

ફૂડ શાખાએ લાંબા સમયે અખાદ્ય ખોરાક ઝડપ્‍યો ! પ કિલો વાસી પ્રિ-પેડ ફૂડ : ર કિલો વાસી ચટણીનો નાશ

મનપા દ્વારા ઘી, પંજાબી સબ્‍જીની ગ્રેવી તથા સાંભારના નમૂના લેવાયા : યાજ્ઞિક રોડના બોલે તો મુંબઇ, મહાદેવ ઘુઘરા તથા એવન ફૂડ ઝોનમાં તપાસ : ૯ ને લાઇસન્‍સ અંગે નોટીસ

રાજકોટ, તા. ૧૦ : મનપાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન ડો.યાજ્ઞિક રોડ વિસ્‍તારમાં કુલ ૪૭ પેઢીની તપાસ કરવામાં આવેલ. જેમાં ૦૯ ધંધાર્થિઓને સ્‍ટોરેજ/લાઇસન્‍સ બાબતે નોટિસ આપવામાં આવેલ તથા કુલ મળી અંદાજિત ૦૭  કિ.ગ્રા વાસી અખાદ્ય ચીજોનો સ્‍થળ પર નાશ કરવામાં આવેલ.

જેમાં ચારકોલ ફૂડ ્રૂ હોસ્‍પિટાલિટી(બોલે તો મુંબઈ)-શોપ નં.૧ બાલાજી સ્‍ક્‍વેર સર્વેશ્વર ચોક, ડો.યાજ્ઞિક રોડની તપાસ કરતા ફ્રીઝમાં સંગ્રહ કરેલ અંદાજિત ૦૫ કિ.ગ્રા. વાસી પ્રિપેડ ફૂડ મળી આવતા સ્‍થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને હાઈજેનિક કન્‍ડિશન તથા યોગ્‍ય સ્‍ટોરેજ બાબતે નોટિસ આપવામાં આવેલ. મહાદેવ ઘૂઘરા સર્વેશ્વર ચોક, ડો.યાજ્ઞિક રોડની તપાસ કરતા સ્‍થળ પર સંગ્રહ કરેલ અંદાજિત ૦૧ કિ.ગ્રા. વાસી મીઠી ચટણીનો સ્‍થળ પર નાશ કરવામાં આવેલ તેમજ યોગ્‍ય સ્‍ટોરેજ બાબતે નોટિસ આપવામાં આવેલ.

એવન ફૂડ ઝોન (જિલ્લા પંચાયત પાસે ડો.યાજ્ઞિક રોડ -૧ કિ.ગ્રા. વાસી ચટણીનો નાશ તથા તેમજ યોગ્‍ય સ્‍ટોરેજ તથા લાઇસન્‍સ બાબતે નોટિસ આપવામાં આવેલ.

 જયારે  ક્રિષ્‍ના મારવાડી પાણીપુરી, રાજલક્ષ્મી કોલ્‍ડ્રિંક્‍સ, કૈલાશ પાન ્રૂ કોલ્‍ડ્રિંક્‍સ, આર.કે. પાન, હરિપ્રેમ એન્‍ટરપ્રાઇઝ, વ્‍હી નરશીભાઈ પાણીપુરી વાળા લાઇસન્‍સ બાબતે નોટિસ આપવામાં આવેલ

 ઉપરાંત ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન અશોક ગાર્ડન પાછળ મણિનગર-૧કોર્નર લક્ષ્મીનાગર મેઇન રોડ મુકામે આવેલ ૅકિસ્‍મત એગ્‍ઝ ઝોનૅ પેઢીને FSSSA-2006 હેઠળ પેક્‍ડ ખાદ્યચીજો પર લેબલિંગ દર્શાવવા, હાઈજેનિક કન્‍ડિશન તથા યોગ્‍ય સ્‍ટોરેજ જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ. ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્‌ટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ -૨૦૦૬ હેઠળ નીચે મુજબની વિગતે કુલ ૦૩ નમૂના લેવામાં આવેલ. જેમાં   શુદ્ધ ઘી (લૂઝ): ક્રિષ્‍ના ઘી ભંડાર, કેવડાવાડી ગરબી ચોક, કેવડાવાડી મેઇન રોડ, પંજાબી સબ્‍જીની ગ્રેવી (પ્રિપેર્ડ-લૂઝ) તથા સાંભાર (પ્રિપેર્ડ-લૂઝ) : જયહિંદ મદ્રાસ કાફે, કસ્‍તુરબા રોડ,  સાંભાર (પ્રિપેર્ડ-લૂઝ): જયહિંદ મદ્રાસ કાફે, કસ્‍તુરબા રોડ, પ્રશમ બિલ્‍ડીંગની સામે રજપૂત છાત્રાલયની બાજુમાંથી નમૂના લેવામાં આવ્‍યા હતા.  

(3:20 PM IST)