તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th March 2026
મનપાનું ખાસ બોર્ડ માત્ર ૧૫ મિનિટમાં પુર્ણ
બિલ્ડરોને ફલાવર બેડમાં હપ્તા સિસ્ટમ અને નિર્મલા કોન્વેન્ટ સ્કૂલને જમીન ફાળવવાની દરખાસ્તો મંજૂર નામકરણ સહિતની ૧૧ દરખાસ્ત સર્વાનુમતે મંજુર : બે અરજન્ટ દરખાસ્ત બહુમતે મંજુર

રાજકોટ,તા.૧૦: મ્યુનિ. કમિશનર બોર્ડ આજરોજ મળેલ અગાઉ તૈયાર થયેલ ૧૧ દરખાસ્ત ઉપરાંત વધુ બે અરજન્ટ દરખાસ્ત મુકવામાં આવી હતી. સ્ટેન્ડીંગ કમીટીમાં મંજુર થયેલ રેગ્યુલર ૧૧ દરખાસ્ત મંજુર કર્યા બાદ ફલાવર બેડમાં હપ્તા સિસ્ટમ અને નિર્મલા કોન્વેન્ટ સ્કૂલને મેદાન ફાળવણીની દરખાસ્ત મંજુર કરાઈ અરજન્ટ બોડ હોવાથી ફકત ૧૦ મીનીટમાં શાસકપક્ષના સભ્યોએ વિરોધ પક્ષના વિરોધ વચ્ચે પણ તમામ દરખાસ્તને મંજુરી આપતાં ૧૫ મીનીટમાં બોર્ડ પુર્ણ કરવામાં આવ્યું હતું.
મનપાના જનરલ બોડમાં અરજન્ટ દરખાસ્ત પૈકી બિલ્ડરોને રાજ્ય સરકારની સુચના મુજબ ફલાવર બેડની મોટી રકમમાં હપ્તા સિસ્ટમ કરવાની હતી. ચૂંટાયેલ બોડીની સમય મર્યાદાનો આજે છેલ્લો દિવસ હોય આ દરખાસ્તને જનરલ બોર્ડમાં ઠરાવ કરી મંજુર કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે વર્ષો પહેલા ટાઉન પ્લાનીંગ સ્કીમ અંતર્ગત નિર્મલા કોન્વેન્ટને મળેલ રમત ગમતના મેદાન માટેનો પ્લોટ પરત લેવાની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવેલ પરંતુ કોર્ટે સ્કૂલની તરફેણમાં ચુકાદો આપતાં ના છુટકે કોર્પોરેશને નિર્મલા કોન્વેન્ટ સ્કૂલને રમત ગમતનો પ્લોટ ફાળવવાની દરખાસ્ત જનરલ બોડમાં લઈ મંજુર કરવામાં આવી હતી.
જનરલ બોર્ડમાં મુકવામાં આવેલ ૧૧ દરખાસ્ત મુજબ વોર્ડ નં.૦૩માં રેલનગર વિસ્તારમાં આવેલ રોણકીમાં આવેલ રોડ ઉપર એઇમ્સ હોસ્પિટલ વાળો રોડ, તેમજ રોણકીમાં આવેલ ખંડનં.૪૦/૧ પૈકી ખંડની પાસે રત્નમ ગોલ્યર્સ તેમજ રવેચી ફુડ પાસે આવેલ ચોકનું લક્ષ્મણસિંહજી કટારીયા ચોક નામકરણ કરવા શહેરના વોર્ડ નં.૦૩માં રેલનગર વિસ્તારમાં ઝઙ-૨૪માં આવેલ ખંડનં. ૧૨/૧/૩, ૧૨/૨, ૧૧/૧/૬૦/૪૦ના રોડ ઉપર આવેલ મહર્ષિ દયાનંદ સરસ્વતી ટાઉનશીપ તેમજ શરણમ બિલ્ડીંગ પાસે આવેલ ચોકને ગોકળભાઇ સીતાપરા ચોક નામકરણ કરવા મહાનગરપાલિકાના જુદી-જુદી શાખાઓની જગ્યાઓનાં પગારધોરણમાં સુધારો કરવા (સ્વામિનારાયણ મંદિર, રાજકોટ) દ્વારા સાત દિવસીય પારાયણના આયોજન માટે રેસકોર્ષ ગ્રાઉન્ડના તમામ વિભાગો, કવિ રમેશ પારેખરંગદર્શન ગ્રાઉન્ડ તથા કવિશ્રી રમેશપારેખ રંગદર્શન ઓપન એર થિયેટર વિનામુલ્યે ફાળવવા અંગે તથા શ્રી રાજકોટ જૈન તપગચ્છ સંઘ દ્વારા શ્રી સુપાર્શ્વનાથ જિનાલયના ૨૦૦મા વર્ષની સાલગીરી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમ તથા સ્વામીવાત્સલ્ય (સંઘ જમણ)ના આયોજન માટે રેસકોર્ષ ગ્રાઉન્ડના તમામ વિભાગો, કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન ગ્રાઉન્ડ તથા કવિશ્રી રમેશ પારેખ રંગ દર્શન ઓપન એર થિયેટર વિનામુલ્યે ફાળવવાની દરખાસ્ત મંજુર કરવામાં આવેલ.
તેમજ માનનીય રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ સમક્ષ દાખલ કરાયેલા કેસ નં.૧૩૦૩/૯૦/૦/૨૦૨૫, તેમજ રાષ્ટ્રીય માનવ અધિકારના તા.૦૫જાન્યુઆરી ૨૦૨૫ પત્ર અન્વયે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં એસ.સી./એસ.ટી. લોકોની લાગણીઓ/ગરીમાને ઠેસ પહોંચે તેવા વિસ્તારો, વસાહતો, જાતિ-સૂચક, અપમાનજનક વિસ્તારોના નામ જેમાં શહેરના વોર્ડ.નં.૦૭માં આવેલ ઠક્કરબાપા હરીજનવાસ તેમજ વોર્ડ.નં.૦૩માં આવેલ તોપખાના હરીજનવાસ અને વોર્ડ.નં.૧૫માં આવેલ કસ્તુરબા હરીજનવાસ તરીકે અપમાનજનક ઓળખાતા વિસ્તારોને નામ બદલી કરવા રાજકોટ મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલના ઉપયોગ માટેના નિયમો સુધારવા રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવેલ મંજુર થયેલ પ્રારંભિક/આખરી નગર રચના યોજનાઓ અંતર્ગત વાણિજ્ય વેંચાણ હેતુ માટે તથા રહેણાંક વેંચાણ હેતુ માટે પ્રાપ્ત થતા અલગ-અલગ અનામત પ્લોટોને ઈ-ઓક્શન દ્વારા નિકાલ કરવા ે સહિતની દરખાસ્તક સર્વાનુમતે મંજુર કરવામાં આવી હતી. (૩.૧૫)
અંતિમ બોર્ડમાં ૧૦ નગરસેવક ગેરહાજર
રાજકોટઃ મનપાના અંતિમ બોર્ડમાં પણ ૧૦ નગરસેવકોએ ગેરહાજર રહયા હતા. ભાજપના ભાનુબેન બાબરીયા, વર્ષાબેન પાંધી, પ્રીતિબેન દોશી, ભારતીબેન પરસાણાએ રજા રિપોર્ટ મુકયો હતો
જ્યારે ડો.દર્શિતા શાહ, પુષ્કર પટેલ, અસ્મિતાબેન દેલવાડીયા, અનિતાબેન ગોસ્વામી અને કોંગ્રેસના મકબુલભાઈ દાઉદાણી, વજીબેન ગોલતર સહિતના ૧૦ સભ્યો બોર્ડમાં ગેરહાજર રહ્યા હતાં
(3:19 PM IST)










