<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

તમે દાવેદારી કરશો? છેલ્લા ખાસ બોર્ડમાં નગર સેવકો હળવા મુડમાં

રાજકોટ : મનપાની વર્તમાન ટર્મના છેલ્લા દિવસે ખાસ બોર્ડમાં તમામ નગરસેવકો હળવા મુડમાં જોવા મળ્‍યા હતા. જાણે વેકેશન પહેલાનો છેલ્લો દિવસ આવતીકાલથી તમામ પદાધીકારીઓ-કોર્પોરેટરો પુર્વ બની જશે અને વહીવટદાર શાસનની શરૂઆત થશે. આજે ખાસ બોર્ડની ઉપરોકત તસ્‍વીરોમાં મેયર નયનાબેન સાથી કોર્પોરેટરો સાથે ગહન ચર્ચા કરી રહયા છે. બાજુની તસ્‍વીરમાં  દેવાંગ માંકડ, સુરેન્‍દ્રસિંહ વાળા તથા કેતન પટેલ હળવાશની છોળો ઉડાડી રહયા છે. જયારે ઉપરની ત્રીજી તસ્‍વીરમાં શાસક પક્ષ દંડક મનીષ રાડીયા, પુર્વ મેયર પ્રદીપ ડવ તથા કોર્પોરેટર જીતુ કાટોળીયા કોઇ મુદ્દે વાતચીત દરમિયાન સ્‍મીત રેલાવી રહયા છે. જયારે નીચેની તસ્‍વીરમાં વિનુભાઇ ધવા, બીપીનભાઇ બેરા, રસીલાબેન સાકરીયા, દુર્ગાબા કંચનબેન સિધ્‍ધપુરા, ડો.જયશ્રીબેન ડોડીયા સહીતના ચર્ચા કરી રહયા છે. જયારે વોર્ડ નં. ૧ ના બંને કોર્પોરેટરો ડો. મોરઝરીયા તથા હિરેન ખીમાણીયા તસ્‍વીરમાં કેદ થયા હતા. આ તમામ વચ્‍ચે શું ચર્ચા થઇ હશે તે ખબર નથી પણ આવનારી ચુંટણીમાં દાવેદારી અંગે તૈયારીઓ જરુર શરૂ કરવામાં આવશે. (તર્સ્‍વીરઃ અશોક બગથરીયા) 

(3:20 PM IST)