<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

શહેરમાં ગરમીથી સીઝનલ રોગ ઘટયાઃ શરદી- તાવ- ઉધરસ- ઝાડા- ઉલ્‍ટીના ૧૫૫૦ કેસ

મનપા દ્વારા ૧૨૦૬૫ ઘરોમાં પોરાનાશક કામગીરી તથા ૧૬૦૫ રહેણાંકોમાં ફોગીંગ કરાયાનો દાવોઃ મચ્‍છર ઉત્‍પતિ સબબ ૧૦૯ને નોટીસ

રાજકોટ, તા. ૯: શહેરમાં ગરમી વચ્‍ચે રોગચાળાનો પગપેસારો ઘટવા લાગ્‍યો છે. મનપાના આરોગ્‍ય વિભાગમાં આ સપ્‍તાહે શરદી, તાવ, ઝાડા, ઉલ્‍ટીના ૧૫૫૦ થી વધુ દર્દી નોંધાયા છે. મચ્‍છરજન્‍ય રોગનો ૧  કેસ નોંધાયો છે. આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા.૨ થી ૮ માર્ચ સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

શરદી તાવના

૧૫૫૦ થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૭૩૬ તેમજ સામાન્‍ય તાવના ૬૧૩ અને ઝાડા ઉલ્‍ટીના કેસ ૧૯૯ તથા  કમળાના ૨ સહિત કુલ ૧૫૫૦ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૯૩૪૮ તેમજ સામાન્‍ય તાવના ૭૨૧૬ંં અને ઝાડા ઉલ્‍ટીના કેસ ૧૯૬૧ તથા ટાઇફોઇડના ૨ તેમજ કમળાના ૧૦ કેસ નોંધાયા છે.

મચ્‍છર ઉત્‍પતિ

સબબ ૧૦૯ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ઘનીષ્‍ટ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૧૨૦૬૫ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૧૬૦૫ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્‍ય ૧૧૮ થી વધુ સ્‍થળોએ મચ્‍છર ઉત્‍પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૧૦૯ લોકોને નોટીસ આપવામાં આવી હતી.

ઉપરાંત પાણીજન્‍ય રોગ અટકાવવા માટે કુલ ૯૭૫ કલોરીન ટેસ્‍ટ કરવામાં આવ્‍યા હતા.

(3:57 PM IST)