<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

અગાઉ જેમણે છ ત્રિમાસીક સેશન પૂર્ણ કર્યા હોય તેમને જ વાર્ષીક સભ્‍ય બનાવાતાઃ નવાનિયમની અમલવારી શરૂ

સ્‍વીમીંગ પુલમાં કોઇ પણ વ્‍યકિત ૧ વર્ષનું સભ્‍યપદ મેળવી શકશેઃ રોષ

રાજકોટ, તા.૯: મનપા દ્વારા વર્ષોથી તરવૈયાઓ માટે સ્‍વીમીંગ પુલ બનાવવામાં આવ્‍યા છે. જેમૉ  સ્‍વિમીંગ શીખતા અને તરવૈયાઓની ભારે ભીડ રહેતી હોય છે. બુકીંગ ઓપન થાય ત્‍યારે ફકત એક દિવસમાં તમામ સ્‍વિમીંગપુલ હાઉસફુલ થઈ જાય છે.

તંત્ર દ્વારા ત્રિમાસિક સભ્‍યપદનો નિયમ અમલી છે. જેમાં ત્રિમાસિકના છ સેશન્‍સ પુરા કરેલા હોય તેવા અનુભવી થઈ ગયેલા સભ્‍યને એક વર્ષનું સભ્‍યપદ આપવામાં આવે છે. પરંતુ કોઈપણ આ નિયમમાં  ફેરફાર કરી એક વર્ષનું સભ્‍યપદ કોઈપણ વ્‍યક્‍તિ લઈ શકે તેવો નિયમ અમલમાં આવ્‍યો છે.

ઉનાળાની શરૂઆત થતાં જ લોકો મનપાના સ્‍વીમીંગપુલમાં ધુબાકા મારવા માટે ધસારો બોલાવે છે ઓનલાઈન સભ્‍યપદ માટે વેબસાઈટ ખુલતાં જ તમામ સ્‍વિમીંગપુલના તમામ સ્‍લોટ હાઉસફુલ થઈ જાય છે. વર્ષોથી નિયમ અમલમાં છે કે નવા સભ્‍યપને ત્રિમાસિક સભ્‍યપદ મળવા પાત્ર છે તેવી જ રીતે આ સભ્‍ય સળંગ દોઢ વર્ષ સુધી એટલે કે છ ત્રિમાસિક સેશન પૂર્ણ કર્યા હોય તેણે તુરંત એક વર્ષનું સભ્‍યપદ મળવા પાત્ર છે.

ત્રિમાસિક સેશન માટે રૂા.૬૭૦ ફી નિર્ધારિત કરવામાં આવી છે. જેથી છ સેશન મુજબ ૪૦૨૦ની આવક મનપાને થાય છે પરંતુ હવે નવો નિયમ અમલમાં મુકતા એક વર્ષ સભ્‍ય પદ માટે અરજદારે રા.૧૦૭૦ ચુકવવાના થાય છે. 

 

(3:57 PM IST)