News of Monday, 9th March 2026
યુધ્ધના પગલે ખાદ્યતેલોના ભાવો સળગ્યા
સીંગતેલમાં ર૦, કપાસીયા તેલમાં ૩૦ અને પામતેલમાં ૬૦ રૂા.નો ઉછાળો

રાજકોટ, તા., ૯: અમેરીકા અને ઇરાન વચ્ચે યુધ્ધના પગલે ખાદ્યતેલોના ભાવો સળગ્યા છે. આજે બપોરે સીંગતેલમાં ર૦, કપાસીયા તેલમાં ૩૦ અને પામતેલમાં ૬૦ રૂપીયાનો ઉછાળો થતા પ્રજાને વધુ એક મોંઘવારીનો ડામ લાગ્યો છે.
અમેરીકા-ઇરાન વચ્ચે યુધ્ધ થતા આયાતી તેલોની પડતર ઉંચી રહેતા અને ક્રુડના ભાવો વધતા ખાદ્યતેલોના ભાવોમાં ભડકો થયો છે. સીંગતેલમાં ર૦ રૂપીયાનો ભાવવધારો થયો છે. સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા.)નો ભાવ ૧૬પપ હતા તે વધીને ૧૬૭પ રૂપીયા અને સીંગતેલ નવા ટીનના ભાવ ર૮૪૦ થી ર૮૯૦ રૂા. હતા તે વધીને ર૮૬૦ થી ર૯૧૦ રૂપીયા થયા છે.
સીંગતેલની સાથે કપાસીયા તેલમાં પણ ૩૦ રૂપીયાનો ઉછાળો થયો છે. કપાસીયા તેલ લુઝનો ભાવ ૧૩૪૦ રૂા. હતા તે વધીને ૧૩૭૦ રૂપીયા અને કપાસીયા ટીનના ભાવ ર૩૩૦ થી ર૩૬પ રૂપીયા હતા તે વધીને ર૩૬૦ થી ર૩૮પ રૂપીયા થયા છે. પામતેલમાં ૬૦ રૂપીયાનો ઉછાળો થતા પામતેલનો ભાવ ૧૩૦૦ રૂપીયા હતા તે વધીને ૧૩૬૦ રૂપીયા થયા છે. આગામી દિવસોમાં હજુ પણ ખાદ્યતેલોના ભાવો વધે તેવી શકયતા છે.
(4:05 PM IST)










