<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

તા. ૧૨ માર્ચે વર્લ્‍ડ કિડની ડે અને ડો. જીતેન્‍દ્ર અમલાણીના જન્‍મદિવસે નિઃશૂલ્‍ક કિડની-યુરોલોજી નિદાન-રકતદાન કેમ્‍પ

રાજકોટની યુરોકેર કિડની હોસ્‍પિટલ- રોબોટીક એન્‍ડ લેઝર સેન્‍ટર ખાતે નિઃશૂલ્‍ક આયોજન

રાજકોટ, તા.૯: રાજકોટ ૧૨ માર્ચ ૨૦૨૬, ગુરૂવારઃ વર્લ્‍ડ કિડની ડે અને ડો. જીતેન્‍દ્ર અમલાણીના જન્‍મદિવસની ઉજવણી નિમિત્તે રાજકોટની યુરોકેર કિડની હોસ્‍પિટલ - રોબોટિક એન્‍ડ લેઝર સેન્‍ટર ખાતે નિઃશુલ્‍ક કિડની અને યુરોલોજી નિદાન કેમ્‍પ અને મહા રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આધુનિક જીવનશૈલી, વધતું ડાયાબિટીસ, બ્‍લડ પ્રેશર અને અનિયમિત ખોરાકને કારણે કિડની સંબંધિત રોગોમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. સમાજમાં કિડની આરોગ્‍ય પ્રત્‍યે જાગળતિ ફેલાવવા અને સમયસર નિદાનને પ્રોત્‍સાહિત કરવા માટે વર્લ્‍ડ કિડની ડે અને સિનિયર યુરોલોજિસ્‍ટ ડો. જીતેન્‍દ્ર અમલાણીના જન્‍મદિવસની ઉજવણી નિમિત્તે રાજકોટની અદ્યતન સુવિધાઓથી સજ્જ અને NABH ની માન્‍યતા ધરાવતી યુરોકેર કિડની હોસ્‍પિટલ - રોબોટિક એન્‍ડ લેઝર સેન્‍ટર - રાજકોટ દ્વારા નિઃશુલ્‍ક કિડની અને યુરોલોજી નિદાન મેડિકલ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે.

રાજકોટમાં સ્‍થિત, સૌરાષ્‍ટ્ર - કચ્‍છની અગ્રણી કિડની અને યુરોલોજી હોસ્‍પિટલ તરીકે ઓળખાતી યુરોકેર હોસ્‍પિટલમાં આયોજિત આ કેમ્‍પમાં કિડની, પથરી, પ્રોસ્‍ટેટ, મૂત્રાશય, જનન અવયવ, વંધ્‍યત્‍વ તેમજ યુરોલોજી સંબંધિત વિવિધ સમસ્‍યાઓથી પીડાતા દર્દીઓને નિષ્‍ણાંત ડોક્‍ટર દ્વારા માર્ગદર્શન અને નિઃશુલ્‍ક કન્‍સલ્‍ટેશન આપવામાં આવશે.

કેમ્‍પ દરમિયાન સૌરાષ્‍ટ્ર અને કચ્‍છના સીનિયર યુરોલોજીસ્‍ટ ડો.જીતેન્‍દ્ર અમલાણી  તથા તેમના નિષ્‍ણાંત સહયોગી ડોકટરોની ટીમ, ડો. જીગેન ગોહેલ, ડો.પ્રતીક અમલાણી અને ડો. ધળતિ કલસરીયા અમલાણી દ્વારા કિડની અને યુરોલોજી સંબંધિત તકલીફોનું નિદાન કરવામાં આવશે. ઉપરાંત હોસ્‍પિટલમાં ઉપલબ્‍ધ અદ્યતન સર્જીકલ રોબોટ સિસ્‍ટમ અને લેઝર ટેકનોલોજી દ્વારા કરવામાં આવતી આધુનિક સારવાર વિશે દર્દીઓને સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે. જટીલ સર્જરી અને ગંભીર કેસ માટે પણ રાહત દરે સારવારની સુવિધા પણ ઉપલબ્‍ધ રહેશે.

યુરોકેર કિડની હોસ્‍પિટલ - રોબોટિક એન્‍ડ લેઝર સેન્‍ટર ખાતે રોબોટિક સર્જરી, લેઝર સર્જરી, મિનિમલી ઇન્‍વેસિવ 3D લેપ્રોસ્‍કોપી સર્જરી એટલે કે દૂરબીન વડે સર્જરી તથા આધુનિક ડાયગ્નોસ્‍ટિક સુવિધાઓ દ્વારા દર્દીઓને વિશ્વસ્‍તરીય સારવાર ઉપલબ્‍ધ થાય છે. NABH માન્‍યતા હોસ્‍પિટલની ગુણવત્તા, દર્દી સલામતી અને શ્રેષ્ઠ સારવાર પ્રત્‍યેની પ્રતિબદ્ધતા નું પ્રતિબિંબ છે.

કેમ્‍પમાં બાળકોમાં થતી પેશાબની તકલીફ, જન્‍મજાત મૂત્રાશયની ખામીઓ તથા- અન્‍ય પીડિયાટ્રિક યુરોલોજી સમસ્‍યાઓ માટે ખાસ નિઃશુલ્‍ક તપાસની સુવિધા રહેશે. નિષ્‍ણાંત ટીમ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને યોગ્‍ય સારવાર અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે.

હોસ્‍પિટલ પ્રશાસન દ્વારા જણાવાયું છે કે વર્લ્‍ડ કિડની ડે માત્ર એક દિવસની ઉજવણી નહીં, પરંતુ લોકોમાં કિડની રોગ અંગે જાગળતિ લાવવા અને પ્રિવેન્‍શન તરફ ધ્‍યાન દોરવાનો મહત્‍વપૂર્ણ પ્રયાસ છે. સમયસર ચેકઅપ દ્વારા અનેક ગંભીર સમસ્‍યાઓ ટાળી શકાય છે. સામાજિક જવાબદારીને ધ્‍યાનમાં રાખીને આ કેમ્‍પ સાથે મહારક્‍તદાન કેમ્‍પનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે, જે શ્રીમદ્‌ રાજચંદ્ર ફાઉન્‍ડેશન - શ્રી વિનયભાઈ જસાણીનાં સહયોગથી યોજાશે. હોસ્‍પિટલ દ્વારા સ્‍વૈચ્‍છિક રક્‍તદાતાઓને આગળ આવી માનવ સેવા માટે જોડાવા અપીલ કરવામાં આવે છે, કારણ કે એક યુનિટ રક્‍ત અનેક દર્દીઓ માટે જીવનદાન સાબિત થઈ શકે છે. આ સંયુક્‍ત પ્રયાસનો મુખ્‍ય ઉદ્દેશ જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્‍ત ઉપલબ્‍ધ કરવાનો તથા સમાજમાં રક્‍તદાન પ્રત્‍યે જાગળતિ વધારવાનો છે.

ડોક્‍ટર ટીમ દ્વારા રાજકોટ તથા આસપાસના તમામ નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ પોતાના જૂના હેલ્‍થ રિપોર્ટ્‍સ સાથે કેમ્‍પમાં હાજર રહી આ નિઃશુલ્‍ક સેવાનો લાભ લે. કેમ્‍પની વિગતો સ્‍થળઃ યુરોકેર કિડની હોસ્‍પિટલ - રોબોટિક એન્‍ડ લેઝર સેન્‍ટર વિદ્યાનગર મેઈન રોડ, રાજકોટ તારીખઃ ૧૨-૦૩-૨૦૨૬, સમય સવારે ૦૯:૦૦ થી બપોરે ૦૧૦: ૦૦ સુધી ફોન નં.  ૦૨૮૧ ૨૪૬૬૯૯૦ , વિશેષ નોંધઃ દર્દીઓએ પોતાના અગાઉના રિપોર્ટ્‍સ અને દવાઓની માહિતી સાથે આવવું. કેમ્‍પમાં આવનાર દર્દીઓને નિષ્‍ણાંત માર્ગદર્શન સાથે પ્રાથમિક નિદાન નિઃશુલ્‍ક આપવામાં આવશે. જટીલ સર્જરી માટે ખાસ રાહત પેકેજ ઉપલબ્‍ધ રહેશે. 

(4:04 PM IST)