<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

રાજકોટના આંગણે મા ઉમિયાની દિવ્‍ય રથયાત્રાઃ મા ના જયઘોષ સાથે ઠેર-ઠેર સ્‍વાગત

પરસોતમભાઈ રૂપાલાના હસ્‍તે રથયાત્રાનું પ્રસ્‍થાનઃ સમગ્ર રાજકોટમાં વોર્ડ વાઇઝ મા ઉમિયાનો રથનું પરિભ્રમણ

રાજકોટઃ રજત જયંતિ સ્‍મૃતિદિન મહોત્‍સવના સવા દાયકા બાદ આગામી તા. ૨૧ થી ૨પ માર્ચ દરમ્‍યાન શહેરની ભાગોળે ઇશ્વરીયા ખાતે ‘ત્રિવેણી સમારોહ'નું આયોજન થનાર છે. રાજકોટની ભાગોળે કાલાવડ રોડ ઉપર મેટોડા નજીક ઇશ્વરીયા ગામ ખાતે તા. ૨૧ થી ૨પ માર્ચ દરમ્‍યાન યોજાનાર ‘ત્રિવેણી સમારોહ' માં ૩૨ વિધા જમીનમાં નિર્માણાધીન 'જીવન વિદ્યાપીઠ-રાજકોટ' શૈક્ષણિક સંકુલનું ભૂમીપૂજન, રપ કુંડી મહાયજ્ઞ, અને કડવા પાટીદારોના જ્ઞાતી સમૂહ ભોજન નો ત્રિવેણી સંગમ યોજાશે. જેના ભાગરૂપે મા ઉમિયાનો ભવ્‍ય-દિવ્‍ય રથ રાજકોટ શહેરના વિવિધ વિસ્‍તારોમાં પરિભ્રમણ કરી રહ્યો છે. ઠેર-ઠેર સ્‍થયાત્રાનું સ્‍વાગત થઇ રહયુ છે. ઉમિયાધામ સિદસર દ્વારા પાટીદાર વિઝન-૨૦૪૭ અંતર્ગત ‘ઉમિયા આરાધના સરસ્‍વતી સાધના' અનુષ્ઠાની સફળતા માટે અને સવિશેષ કૃપા આશીર્વાદ અર્થે ગત તા. પ માર્ચના રોજ ઈશ્વરીયા ખાતે જગતમંદિર દ્વારકા ધ્‍વજાપૂજન ઉત્‍સવ યોજવામાં આવેલ જેમાં દ્વારકા મંદિરની ધ્‍વજાજીનું પૂજન કરવામાં આવ્‍યુ હતુ આ ધ્‍વજાજીનું તા. ૭ અને ૧૨ માર્ચના રોજ દ્વારકા જગતમંદિરના ઉતુંગ શિખર પર ધ્‍વજારોહણ કરવામાં આવશે.  સમાજની સંગઠન શકિતને બળવતર અને મજબુત બનાવવા માટે 'ઉમિયા સંગઠન સમિતિ'' ના ભાઈઓ બહેનો, યુવાનો સૌ સૂત્રધાર કર્મવીર યોધ્‍ધાઓ ના વરદ્‌ હસ્‍તે સહપરિવાર ધ્‍વજાપૂજન કરવામાં આવ્‍યુ હતુ. આ પ્રસંગે ઉમિયાધામના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણીના હસ્‍તે નવનિયુકત યુવા સંગઠન ના સભ્‍યોનું પદગ્રહણ કરવામાં આવ્‍યુ & આવ્‍યુ હતુ. ત્રિવેણી સમારોહના સંયોજક અને સંગઠન સમિતિ સિદસરના પ્રમુખ કૌશીકભાઈ રાબડીયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ ધ્‍વજાપૂજન ઉત્‍સવમાં રાજકોટ શહેર સંગઠન સમિતિના સૌ હોદેદારો,  આગામી તા. ૨૧ થી રપ દરમ્‍યાન યોજાનાર ‘ત્રિવેણી સમારોહ' માં ઇશ્વરીયા ખાતે ૩ર વિધા જમીનમાં અદ્યતન સુવિધાઓથી સભર શૈક્ષણિક સંકુલ ‘જીવન વિદ્યાપીઠ- રાજકોટ' નું ભૂમીપૂજન, રપ કુંડી પાંચ દિવસીયા મહાયજ્ઞ, રાજકોટમાં વસતા તમામ કડવા પાટીદાર નું સમૂહ જ્ઞાતીભોજન યોજાનાર છે. ઉમિયા સંગઠન સમિતિ રાજકોટ દ્વારા તા. ૬ થી ૧૧ માર્ચ દરમ્‍યાન મા ઉમિયાના રથનું પરિભ્રમણ કરવામાં આવશે. સમગ્ર રાજકોટ શહેરમાં વોર્ડવાઈઝ વિવિધ વિસ્‍તારોમાં મા ઉમિયાની રથયાત્રા યોજાશે. કુળદેવી મા ઉમિયાની પ્રતિમા સાથેના આ ભવ્‍ય રથયાત્રાનું તા. ૬ ને શુક્રવારે રાજકોટના બાલક હનુમાન મંદિર પેડક રોડ ખાતે થી સાંસદ પરસોતમભાઇ રૂપાલાના હસ્‍તે પ્રસ્‍થાન કરવામાં આવ્‍યું હતુ. આ રથયાત્રા પ્રસ્‍થાન પ્રસંગે ધારાસભ્‍ય ઉદયભાઈ કાનગઢ, મેયરશ્રી નયનાબેન પેઢડીયા, ઉમિયાધામના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી, પૂર્વ પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયા, મંત્રી જયેશભાઈ પટેલ, સંગઠન સમિતિના પ્રમુખ કૌશીકભાઈ રાબડીયા, રાજકોટ સંગઠન સમિતિના પ્રમુખ દિનેશભાઈ ચાપાણી, પ્રફુલભાઈ કાથરોટીયા, ઉપસ્‍થિત રહયા હતા. કુળદેવી મા ઉમિયાના જયઘોષ સાથે રથયાત્રાનો શુભારંભ કરવામાં આવ્‍યો હતો. ઉપસ્‍થિત રાજકીય સામાજીક મહાનુભાવોએ માતાજીની આરતી પૂજન દર્શનનો લ્‍હાવો લીધો હતો. ૬ થી ૧૧ માર્ચ રાજકોટમાં વોર્ડવાઈઝ માતાજીની રથયાત્રાનું પરિભ્રમણઃ ઠેર-ઠેર સ્‍વાગત- પૂજન ત્રિવેણી સમારોહ પૂર્વે મા ઉમિયાની અલૌકીક પ્રતિમા સાથે ની રથયાત્રા તા. ૬ ને શુક્રવારથી તા. ૧૧ બુધવાર દરમ્‍યાન સમગ્ર રાજકોટમાં પરિભ્રમણ કરી સમસ્‍ત કડવા પાટીદાર સમાજને આ ત્રિવેણી સમારોહમાં ભાગ લેવા આમંત્રણ આપશે. આ રથયાત્રા વોર્ડ વાઇઝ રાજકોટના વિવિધ વિસ્‍તારોમાં ફરશે. ઠેર-ઠેર સ્‍વાગત પોઇન્‍ટ પર નગરજનો માતાજીના દર્શનનો લાભ લેશે. મા ઉમિયાના રથના સ્‍વાગત માટે રાજકોટવાસીઓમાં અનેરો ઉત્‍સાહ જોવા મળી રહયો છે. નાની બાળાઓ દ્રારા માથે કળશ લઇ માતાજીના સામૈયા કરવામાં આવ્‍યા હતા. તો બહેનો દ્રારા માતાજીના ગરબા અને રાસની રમઝટ બોલાવવામાં આવી હતી. વિવિધ વિસ્‍તારોમાં સ્‍થાનીક પાટીદાર આગેવાનો દ્રારા માતાજીના રથનું ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યુ હતુ. મા ઉમિયાના જયઘોષ સાથે અદભૂત ભકિતસભર વાતાવરણ સર્જાયુ હતુ. તા. ૬ ના રોજ રથયાત્રા નું બપોરે ૩:૩૦ કલાકે બાલક હનુમાન મંદિરેથી પ્રસ્‍થાન કરી રાજકોટના વોર્ડ નં. ૧,૨,૩,૪,૫,૬ અને ૭ ના વિવિધ વિસ્‍તારો સેટેલાઈટ ચોક, મારૂતીનગર, ડીમાર્ટ, વિઝન સ્‍કૂલ, સમર્પણ પાર્ટીપ્‍લોટ, ધોળકીયા સ્‍કૂલ, મોરબી રોડ જકાતનાકા, શ્રી રામપાર્ક કોર્નર, સેટેલાઈટ ચોક, ૮૦ ફુટ રોડ થઈ ફીલ્‍ડમાર્શલ વાડીએ પુર્ણાહુતી કરવામાં આવી હતી. આ વિસ્‍તારોમાં પાટીદાર અગ્રણી દ્રારા રથનું સ્‍વાગત કરવામાં આવ્‍યુ હતુ. તા. ૭ ને શનિવારે રથયાત્રા રાજકોટના વોર્ડ નં. ૮ના વિસ્‍તારો અમરનાથ મંદિર નાનામૌવા રોડ, નાનામૌવા સર્કલ, સિલ્‍વર હાઇટસ્‌, ગુલાબ વાટીકા રોડ, વિદ્યાકુંજ મેઇન રોડ, રૂદ્રાક્ષ, અતિથિ, પટેલ ભેળ ચોક, અક્ષરમાર્ગ, રાણીટાવર, પંચવટી સોસા. થઈ ભકિતધામ મંદિરે પૂર્ણાહુતી કરવામાં આવી હતી. આ પ્રસંગે વોર્ડ નં. ૮ ના કોર્પોરેટર બિપીનભાઈ બેરા, દિપકભાઈ કંટેસરીયા ગ્રુપ તથા અન્‍ય આગેવાનોએ એ માતાજીની આરતી અને દર્શનનો લ્‍હાવો લીધો ???. તા. ૮ ને રવિવારે બપોરે ૩:૩૦ કલાકે રથયાત્રાએ વોર્ડ નં. ૧૦ માં વિસ્‍તારો મહાત્‍મા ગાંધી સ્‍કૂલ, સત્‍યસાંઈ રોડ, આત્‍મીય યુનિર્વર્સીટી, કે.કે.વી હોલ, ઇન્‍દીરા સર્કલ, શક્‍તિનગર, પંચાયત ચોક, આકાશવાણી ચોક, આલાપ એવન્‍યુ થઇ પુષ્‍કરધામ મહાદેવ મંદિરે પુર્ણાહુતી કરી હતી.

 વોર્ડ નં. ૧૦ ના કડવા પાટીદારો દ્રાર રથયાત્રાનું ઠેર-ઠેર ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યુ હતુ. માતાજીના દર્શન માટે પાટદારોની ભીડ જામી હતી. ઉમિયાધામના જયેશભાઈ પટેલ, ટ્રસ્‍ટીઓ મનસુખભાઈ પાણ, રમણીકભાઈ ભાલોડીયા, સમીરભાઈ હાંસલીયા, કૌશીકભાઈ રાબડીયા, રમેશભાઈ રાણીપા, મુળજીભાઈ ભીમાણી, ગૌતમભાઈ ધમસાણીયા, સહીતના અગ્રણીઓએ પ્રસ્‍થાન કરાવ્‍યુ હતુ. ધારાસભ્‍ય દર્શિતાબેન શાહ, ઋષભભાઈ રૂપાણી, કોર્પોરેટરો જયોત્‍સનાબેન ટીલાળા, ચેતનભાઈ સુરેજા, પ્રમુખ જયેશભાઈ, મહામંત્રી મનીષભાઈ ડેડકીયા, અશ્વિનભાઈ ભોરણીયા, વિજયભાઈ ભટ્ટાસણા, માવજીભાઈ ભોજાણી, સહીતના અગ્રણીઓએ માતાજીના રથ નું સ્‍વાગત કરી આરતીનો લ્‍હાવો લીધો હતો. આલાપ અને પુષ્‍કરધામ ખાતે થયાત્રાનું ભવ્‍યાતિભવ્‍ય સ્‍વાગત બાદ યોજાયેલ ધર્મસભા માં ઉમિયાધામના પૂર્વ પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયાએ ઇશ્વરીયા ખાતે ૨૧ થી ૨૫ ત્રિવેણી સમારોહમાં જોડાયને ' ઉમિયાની આરાધના સરસ્‍વતીની સાધના' ને સાર્થક કરવા આહવાન કર્યુ હતુ. રથયાત્રાને સફળ બનાવવા માટે ઉમિયા પરિવાર સંગઠન સમિતિ રાજકોટ શહેરના પ્રમુખ દિનેશભાઈ ચાપાણી, મહિલા સંગઠન પ્રમુખ ડો.મિતાબેન પટેલ, યુવા સંગઠન પ્રમુખ સંદિપ કાલરીયા, વોર્ડ નં. ૪,૫,૬ ના પ્રમુખ નારણભાઈ કાવઠીયા, વોર્ડ નં. ૮ ના પ્રમુખ અશોકભાઈ કણસાગરા, વોર્ડ નં. ૧૦ ના પ્રમુખ અતુલભાઈ દેત્રોજા, મહિલા સંગઠન સમિતિના પ્રમુખ સરોજબેન મારડીયા સહીતની ટીમ સમગ્ર રથયાત્રાનું સુચારુ ઢબે વ્‍યવસ્‍થા કરવા જહેમત ઉઠાવી રહયા છે. તેમ સિદસર પ્રેસ એન્‍ડ મીડીયા સમિતિના કન્‍વીનર રજની ગોલની યાદીમાં જણાવાયુ છે

(3:25 PM IST)