તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th March 2026
સમસ્ત દરજી જ્ઞાતિ યુવા સંગઠન રાજકોટ દ્વારા ગુરૂવારે જુનાગઢમાં સમૂહલગ્ન : બુધવારે લોકડાયરો

રાજકોટ તા. ૯ : સમસ્ત દરજી જ્ઞાતિ યુવા સંગઠન રાજકોટ દ્વારા આગામી તા. ૧૨ના ગુરૂવારે જુનાગઢ ખાતે સમુહલગ્ન તેમજ પુર્વ સંધ્યાએ બુધવારે લોકડાયરાનું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા યુવા સંગઠનના આગેવાનોએ જણાવ્યુ હતુ કે આ સતત ૧૭માં વર્ષે આયોજન કરાયુ છે. ભવનાથ જુનાગઢ, મંગલનાથ બાપુની વાડી ખાતે યોજાયેલ આ સમારોહમાં સમસ્ત બ્રહ્મસમાજની ૧૭ દીકરીઓ પ્રભુતામાં પગલા પાડશે. તેમજ પૂર્વ સંધ્યાએ તા. ૧૧ના રાત્રે લોકડાયરો પણ રાખેલ છે. જેમાં જાણીતા કલાકારો જયમંત દવે, રવીન્દ્ર સોલંકી, શૈલેષ વાઘેલા, પ્રફુલભાઇ હીંગુ, શ્રૃતિ દુધરેજીયા, મસ્તરામ ગોંડલીયા, વિશાખા દરજી, ભરતભાઇ મકવાણા, રાહુલભાઇ દરજી, બાલાભાઇ સોલંકી સુરીલા સ્વર રેલાવશે.
સમૂહલગ્ન અવરસે સાધુ સંતો તેમજ સમાજના અગેવાનો, રાજકીય પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી નવવિવાહીતોને આશીર્વાચનો આપશે.
સમાજમાં એકતા, સહકાર અને સેવા ભાવના પ્રેરક બને તેવા હેતુથી આ આયોજન કરવામાં આવે છે.
આ વર્ષના અયોજનને સફળ બનાવવા સમસ્ત દરજી જ્ઞાતિ યુવા સંગઠનના અધ્યક્ષ દુષ્યંતભાઇ ગોહેલ, પ્રણેતા તનસુખભાઇ ગોહેલ, હરેશભાઇ ચૌહાણ, સમુહલગ્ન સમિતિના પ્રમુખ હર્ષદભાઇ ગોહેલ, શૈલેષભાઇ ગોહેલ, પ્રો. ચેરમેન મયુરભાઇ સરવૈયા, ભાવેશભાઇ મકવાણા, પ્રો. મંત્રી અમિતભાઇ પરમાર, રમેશભાઇ હીંગુ, હિતેષભાઇ ગોહેલ, મેહુલભાઇ જેઠવા, દીપકભાઇ રાઠોડ સહીતના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે. તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સમસ્ત દરજી જ્ઞાતિ યુવા સંગઠનના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:02 PM IST)










