<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

સ્ત્રી એ ઈશ્વરનું સૌથી સુંદર સર્જનઃ પ્રેમ, સહનશીલતા અને શક્‍તિનો અદભૂત સંગમ : ભાનુબેન

રાજકોટ : ગ્રામ્‍ય વિધાનસભાના ધારાસભ્‍ય અને પૂર્વ મહિલા અને બાળ કલ્‍યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ જણાવ્‍યું હતું કે, મહિલાઓ માત્ર ઘરની ધરી નથી, પરંતુ રાષ્‍ટ્રના વિકાસનું એન્‍જિન છે. મહિલા સશક્‍તિકરણ પરત્‍વે જાગળકતા કે સફળતા એ માત્ર સરકારનાં -યત્‍નો થકી નથી મળતી. આ માટે સમાજે તેમાં પૂરી નિષ્ઠાથી જોડાવવુ પડે છે. મહિલા ઉત્‍કર્ષ કે અધિકાર કે સશક્‍તિકરણની જવાબદારી સહિયારી છે. છેવાડાની મહિલા સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચે અને તે સુરક્ષિત વાતાવરણમાં પ્રગતિ કરે તે જ આ ઉજવણીનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય છે.

૮ માર્ચ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે ત્‍યારે સમગ્ર દેશવાસીઓએ આ દિવસસ્ત્રીશકિત, તેમના સંઘર્ષ અને પ્રેરણાને સન્‍માન આપવાનો છે. મહિલાઓ સમાજનો મજબુત સ્‍તંભ છે, જે માત્ર પરિવારનું જ નહિં, પણ સમગ્ર વિશ્વનું સંચાલન કરે છે.

૮ મી માર્ચ, વર્ષોથી આ દિવસે ઊગતો સૂર્ય દરેક નારીને નવી પ્રેરણા, નવી ચેતના આપી રહ્યો છે, પરંતુ આજે વર્ષો પછી, વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીની પ્રેરણા થકી આજની મહિલા નવી જાગળતિનો રોડમેપ જાતે તૈયાર કરી વિકસીત ભારતની સંકલ્‍પના સાથે સંસારની કોઈપણ સમસ્‍યાઓને ઉકેલવાની ક્ષમતા રાખે છે. એ ક્ષમતા થકી આજે એક ભારત શ્રેષ્ઠ ભારતનું સ્‍વપ્ન સાકાર થતું જોઈ શકાય છે. ભુપેન્‍દ્રભાઈ પટેલના નેતળત્‍વમાં ગુજરાત હંમેશાથી નારી શક્‍તિના ગૌરવનું કેન્‍દ્ર રહ્યું છે.

આજની નારી સશકત બનાવવા  વડાપ્રધાનશ્રી અને રાજયના મુખ્‍યમંત્રીશ્રીએ કોઈ કસર છોડી નથી જે બદલ હું રાજયની તમામ મહિલાઓ વતી આભાર માનું છું

(3:20 PM IST)