તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th March 2026
શ્રીનાથજી સોસાયટીમાં ૧ાા વર્ષની બાળા પૂજાનું ઝાડા-ઉલ્ટીથી મોત

રાજકોટ તા. ૭: મવડી મેઇન રોડ પરના વિસ્તારમાં રહેતી દોઢ વર્ષની બાળકીને ઝાડા ઉલ્ટી થતાં સારવારમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
પોલીસ સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, મવડી મેઇન રોડ પર શ્રીનાથજી સોસાયટીમાં રહેતાં અને કેળાની રેકડી ચલાવતા પ્રદીપભાઈ સોલંકીની પુત્રી પૂજા (ઉ.વ.૧ાા)ને ઝાડા ઉલ્ટી થતાં સારવાર અર્થે ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેણે અંતિમ શ્વાસ લઇ લેતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃત્યુ પામનાર બાળા બે બહેન અને એક ભાઇમાં નાની હતી. માલવીયાનગર પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી જરૂરી કાર્યવાહી કરી હતી.
(3:06 PM IST)










