News of Saturday, 7th March 2026
કાલે સમસ્ત આહિર સમાજના ૩૧માં મેગા સમુહલગ્નોત્સવ
૨૧ નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડશે : કરીયાવરમાં દીકરીઓને ૧૫૧ થી વધુ વસ્તુઓ આપશેઃ ૧૫૦ થી વધુ રકતદાતાઓ રક્તદાન કરશેઃ શ્રી આહિર યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન

રાજકોટ : શ્રી આહિર યુવા સમુહ લગ્ન સમિતિના પ્રમુખ રણજીતભાઇ આર. જળુની અખબારી યાદી મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ સમિતિ દ્વારા ૩૧માં સમુહ લગ્નનું ઉત્કૃષ્ટ આયોજન તા.૦૮ ને રવિવાર (રાત્રીના ફેરા)ના રોજ કિશન પાર્ટી પ્લોટ, સોૈરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમ પાછળ, જામનગર હાઇવે, ખંઢેરી, રાજકોટ ખાતે યોજાયેલ છે. જેમાં ૨૧ નવદંપતીઓ પ્રભુતામાં પગલા પાડશે.
આ ૩૧ મો સમુહ લગ્નોત્સવ આહિર સમાજની આગવી પરંપરા મુજબ યોજાશે. સમગ્ર ગ્રાઉન્ડમાં વિશાળ સમીયાણો અને ઢોલ નગારા સાથે દરેક નવદંપતી અને જાનૈયાઓનું સન્માન કરવામાં આવશે. સાથે આહિર સમાજને જરૂરીયાત વેળાએ જરૂરીયાતમંદ લોકોને સરળતાથી રકત મળી રહે તે ઉદ્શ્યથી લાઇફ બેંકના સહયોગથી મેગા બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવેલ છે. દરેક રક્તદાતાનું સન્માન કરવામાં આવશે. તેમજ યુવાનો તથા વડીલોને વ્યસન મુક્તિ અંગે પણ માહિતગાર કરવામાં આવશે.કરીયાવરમાં દીકરીઓને ફ્રીઝ, વોશીંગ મશીન સહિત ૧૫૧ થી વધુ વસ્તુઓ આપવામાં આવશે.
શ્રી આહિર યુવા ટીમના સભ્યો પ્રમુખ - રણજીતભાઇ જળુ - મો. ૮૨૩૮૫ ૦૦૦૦૫, કાનાભાઇ આર. મારૂ, હિતેષભાઇ ચાવડા, કનુભાઇ ખાટરીયા, માંડણભાઇ ચાવડા, મુન્નાભાઇ એમ. હુંબલ, વિનુભાઇ છૈયા, કાળુભાઇ હેરભા, અમુભાઇ મકવાણા, પ્રદિપ એલ. જાદવ, વિપુલભાઇ ડવ, વરજાંગભાઇ હુંબલ, કનુભાઇ વી. મારૂ, નિર્મળભાઇ મેતા, ઇલેશભાઇ ડાંગર, જગદીશભાઇ બોરીચા, વિક્રમભાઇ ખીમાણીયા, અર્જુન કે. હુંબલ, દિલીપભાઇ બોરીચા, અનિલભાઇ બોરીચા, લાલભાઇ ચાવડા, જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:34 PM IST)










